________________
૨૦૬
રાજહૃદય ભાગ-૧૧ પણ ભાગવા મંડે, નિર્જરી જાય, છૂટવા માંડે અને બાહ્ય જે પ્રતિબંધક ઉદય છે, પ્રસંગો છે, એ પ્રસંગો પણ આપોઆપ રસ્તો કરી દે. કર્મ અને નોકર્મના બંને પરમાણુઓ એને મદદ કરે. પુરુષાર્થવાનને, બળવાનને એ જાણે કે મદદ કરે છે. એને અનુકૂળ થઈ જાય છે. બાહ્ય નિવૃત્તિમાં એને એ સાથ આપે છે, એમ કહેવું છે. અહીંયાં એ સિદ્ધાંત છે.
સર્વસંગનિવૃત્તિએ જેદશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય... વિશેષ કર્મનિર્જરી જાય. એમ જાણીએ એવો ખ્યાલ છે, એ અમારા જાણવામાં છે. એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. એટલે પુરુષાર્થ પૂરી શક્તિથી અમે ચાલુ રાખેલો છે. પ્રવૃત્તિ કરતાં કરતાં પણ પૂરી શક્તિથી અમારા પુરુષાર્થમાં અમે રહ્યા છીએ,પ્રવર્યા છીએ અને જેટલું થઈ શકે એટલું કર્યું છે. "પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી. એટલે કે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ...” આ પ્રસંગથી એટલે વ્યાપારના પ્રસંગથી. કુટુંબ હજી ન છૂટે તો. પણ વેપારથી તો દૂર થવાય તો તો સારું. વેપારની પ્રવૃત્તિ તો જરાપણ (ઇચ્છતા નથી). કેમકે એમાં તો પોતાને સતત પ્રવૃત્તિ કરવી પડે છે. કુટુંબના કાર્યનો એટલો બોજો ન આવે કેમકે એ કામ વહેંચાય જાય છે. જ્યારે અહીંયાં એમના ઉપર કામનો બોજો ઘણો
હતો.
કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. મુમુક્ષુજીવને આત્મભાવે પરિણામ પામે એવી અંતર-બાહ્ય દશા જ્ઞાનીની હોવી ઘટે છે. અંતરની દશા વીતરાગતાની હોય, ઉદાસીનતાની હોય, બહારની દશા પ્રવૃત્તિની અને આસક્તિની દેખાતી હોય. અંતરબાહ્ય દશામાં વિરોધાભાસી પ્રકાર હોય તો એ વેપાર-વ્યવહારથી મુમુક્ષુને એ વાત અનુકૂળ નથી. બીજા મુમુક્ષુઓને એ પ્રકાર અનુકૂળ નથી.
મુમુક્ષુ આ મુમુક્ષુપ્રત્યેની કરુણા છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. મુમુક્ષુપ્રત્યે કરુણા છે. એમને ખ્યાલ છે કે ઘણા મુમુક્ષુઓ અમારા પરિચયમાં આવ્યા છે. તો કોઈને પણ જાણે અજાણ્યે નુકસાન ન થઈ જાય, જાણ્યે અજાણ્યું પણ કોઈને નુકસાન ન થઈ જાય એટલી સાવધાની રાખી છે. પોતે પણ ઇચ્છે છે. પોતાને માટે પણ એ વધારે અનુકૂળ છે અને બીજાને માટે પણ અનુકૂળ છે. મોક્ષમાર્ગ તો સ્વપર હિતકારી છે. અંતર-બાહ્ય જે મોક્ષનો માર્ગ છે એ પોતાના આત્માને પણ હિતકારી છે અને બીજા જીવોને પણ એ હિતમાં જ નિમિત્ત પડે એવો પ્રકાર છે. એટલે પોતાના આત્માર્થે પણ એ નિવૃત્તિ લેવા ચાહે છે, બીજા જે પરિચયમાં