________________
પત્રાંક-૫૬૦
૨૦૭ આવ્યા છે એવા મુમુક્ષુજીવોને પણ એ ઉપકારનો હેતુ થાય એવો એ વિચાર કરે છે.
- આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. આ પ્રકારનો વિચાર છે એ હમણા હમણા વધારે આવે છે. પહેલા આવતો હતો એના કરતા હમણા વધારે વિચાર આવે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું.’ હવે એનો કાંઈ નિવેડો આવે તે ખરો. કેમકે એ કાંઈ હાથની વાત નથી. અમારી જે અંતર પરિણતિ છે એ તો જે છે ઈ છે. બહારમાં પરિણામ તો આવે તે ખરું. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. અમે નિવૃત્તિ લેવાના છીએ એ પણ તમે લોકોમાં પ્રચાર ન કરશો. કેમકે અમે નિવૃત્તિ લઈએ અને પછી બધા પાછા નવી શુભયોગની પ્રવૃત્તિમાં જોડે એ પણ અમે બહુઇચ્છતા નથી.
મુમુક્ષુ - કેવું સંતુલન છે! એક બાજુ કરુણાથી આ કામ કરવા ઇચ્છે છે અને બીજી બાજુ
પૂજ્ય ભાઈશ્રી -મર્યાદા ન રાખે તો તો ઉલઝીને જાય બહારમાં. હવે એ પ્રસિદ્ધ જોવામાં આવે છે કે જ્ઞાનદશા વિના કોઈ જીવ એવી રીતે બીજા જીવોના હિત માટે એકાંતે પ્રવૃત્તિ કરે છે, ત્યારે એ પ્રવૃત્તિમાં કોઈ Balance રહેતું નથી, કોઈ સુવ્યવસ્થા રહેતી નથી અને પરિણામે એ પોતાના આત્માને પણ નુકસાન કરે છે, બીજા જીવોને પણ નિમિત્તપણે નુકસાનનું જ નિમિત્ત થાય છે. આ પરિસ્થિતિ થઈ જાય છે. જ્ઞાનીની એ પરિસ્થિતિ હોતી નથી.
મુમુક્ષુ-અલૌકિક સંતુલન છે.
પૂજ્ય ભાઈશ્રી – એ સમાજની વચમાં આવે તો પણ સમાજથી અલિપ્ત રહીને આવે એવી જ્ઞાનીની રીત હોય છે. કદાચ સમાજની વચમાં આવે, માર્ગનો ઉદ્યોત કરવાની એમને, શાસનનો ઉદ્યોત કરવાનો વિકલ્પ આવે એવો પોતાનો જ્ઞાનપ્રભાવ હોય, એવો પોતાનો અંતર-બાહ્ય વ્યક્તિત્વનો પ્રકાર હોય અને એવો વિકલ્પ આવે. બીજા એવા જિજ્ઞાસુ હોય અને મુમુક્ષને પાત્ર જીવો પણ નજીકમાં થઈ જાય. એવો બધો સુયોગ જોવે તો, હોં ! એ પ્રવૃત્તિમાં કદાચ આવે તોપણ અલિપ્ત રહીને આવે. એ એમની અંતરંગ વિશિષ્ટતા છે કે અલ્પિત રહીને આવે.
આપણે કાલે એક પત્ર વાંચ્યો એમાં ઘણી વાત કરી છે. શાસન ચલાવવાના વિકલ્પ સંબંધીનો વિચાર કર્યો છે તો કેટલો જબરજસ્ત વિવેક કર્યો છે! ઘણો વિવેક કર્યો છે. અસાધારણ વિચાર ચાલ્યા છે એમ કહેવું જોઈએ.
મુમુક્ષુ –ચારે તરફથી...