________________
પત્રાંક-૫૬૧
૨૦૧ દરેક કાર્યમાં, દરેક ઉદયમાં કાર્યો કાર્યે, ક્ષણે ક્ષણે... પ્રતિક્ષણે. જાગૃતિ કોને કહે ?
અને પ્રસંગે પ્રસંગે.... જે ઉદય આવે એ પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે. મુમુક્ષતા જ રહે નહિ. જો એને જાગૃતિ ન હોય તો મુમુક્ષતા રહે નહિ. અથવા જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષતા છે. મુમુક્ષુ નામે કોઈ મુમુક્ષુતા નથી. આ મુમુક્ષુ છે, ભાઈ !મંદિર આવે છે, સાંભળવા આવે છે, દર્શન કરવા આવે છે માટે મુમુક્ષુ છે, સાંભળવા બેસે છે માટે મુમુક્ષુ છે, ઘરે શાસ્ત્ર વાંચે છે માટે મુમુક્ષુ છે, દયા-દાન કરે છે માટે મુમુક્ષુ છે, ફાળો નોંધાવે છે માટે મુમુક્ષુ છે, એવું નથી. જેટલી અંદરમાં જાગૃતિ રાખે એટલી મુમુક્ષતા છે. ન રાખે તો મુમુક્ષુ નથી. આંક બાંધ્યો છે. મુમુક્ષુપણાનો આ આંક બાંધ્યો છે. પોતાને માપી લેવું.
એવો લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહિ. જાવ. એને અમે મુમુક્ષુ કહેતા જ નથી. નામ પાડ્યું હોય ભલે. ગમે તે નામ પાડ્યું હોય, એ બારદાનનું નામ છે, અંદરમાં માલ નથી. ખાંડનો કોથળો હોય અને કરિયાતું ભર્યું હોય, એથી કાંઈ કરિયાતુ સાકર થાય નહિ. મુમુક્ષતા જ સંભવે નહિ.
મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે.’ લ્યો. શું કહે છે? મુમુક્ષતા સંબંધમાં મારા ચિત્તમાં, મારા અભિપ્રાયમાં તો આ મુખ્ય વિચાર છે કે મુમુક્ષુ છે પણ એ પોતાના જીવનમાં, કાર્યમાં, ઉદયમાં જાગૃત છે? કે મને રસ કેટલો આવે છે? આ હું મારા આત્મલાભનું કામ કરું છું કે આત્માના નુકસાનનું કામ કરું છું? શું કરું છું? જાગૃતિ કાંઈ છે કે નહિ? કે નિર્ભય થઈને, બેદરકાર થઈને, અજાગૃત દશાએ વર્તે છે? એ મુમુક્ષુતા છે નહિ બહુ સરસ વાત કરી છે. | મુમુક્ષતાના સંબંધમાં બહુ સુંદર વાત આ જગ્યાએ કુંવરજીભાઈના પત્રમાં કરી છે. એ એટલા માટે કરી છે કે એ જીવ મુમુક્ષતામાં આવ્યો છે. એને પોતાને એમ લાગ્યું છે કે આ સંસારમાં કાંઈક મારે આત્મહિત કરવા જેવું છે. ઠીક છે આ બધું ગોઠવાય ગયું છે. કુટુંબ-કબીલા, બીજા-ત્રીજા, આ બધું, પણ મારા આત્માનું શું? આયુષ્ય તો મર્યાદિત છે. ક્યારે આંખ મીંચાશે કાંઈ ખબર પડશે નહિ. આત્માનું શું? મારે કાંઈક આત્માનું હિત કરી લેવું જોઈએ.
એને એમ કહે છે કે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે અને પ્રસંગે....” આત્મહિતની જાગૃતિ એ રૂપ લક્ષ જેને કહેવાય, કેમકે હજી સ્વરૂપલક્ષ થયું નથી, તો લક્ષ તો કાંઈક હોવું જોઈએ. લક્ષ વિનાનો આત્મા નથી. જો આત્મહિતનું લક્ષ ન હોય,