________________
૨૦૨
રાજહૃદય ભાગ-૧૧ તો ધ્યેયશૂન્ય એવી વૃત્તિએ ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા કરે એ ધ્યેયશૂન્ય વૃત્તિથી કરે છે. એને અનાદિથી સંસારનું લક્ષ પડવું જ છે. એ તો ફેરફાર થયો નથી. એને આત્મહિત થવાનો કોઈ અવસર આવતો નથી. થોડા શુભકર્મ બાંધશે. ફળ આવશે તો અશુભ ઝાઝું બાંધશે અને દુર્ગતિમાં કયાંયનો કયાંય ચાલ્યો જાશે. આ પરિસ્થિતિ છે.
એટલે “મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલએ વર્તે છે. એ જવિનંતિ. એક પોસ્ટકાર્ડ લખ્યું છે. જો ખરેખર મુમુક્ષુતા આવી હોય તો જીવ વિચાર કરતો થઈ જાય એવું છે કે આ ક્ષણથી હવે ગમે તે કાર્યમાં, ગમે તે પ્રસંગમાં ક્ષણે ક્ષણે મારે જાગૃત રહેવું છે. મારા હિત-અહિતના વિષયમાં હવે અજાગૃત દશામાં કે નિર્ભય થઈને વર્તી શકાય નહિ. આટલો મોટો ફેર પડે છે. આ સત્સમાગમનો શું ફેર છે એ આ વાત છે. અહીં સુધી રાખીએ.
દેખો! ચૈતન્યનો ચમત્કાર!સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમપ્રવાહવર્ધમાન થવાથી. આત્મકલ્યાણભૂત એવું આગમોનું રહસ્ય સમજાય છે, અને તેની પ્રાપ્તિ થાય છે. આગમના અભ્યાસ વિના થતી આ લબ્ધિ છે. તેવી જ રીતે કેવળજ્ઞાનની લબ્ધિનિષ્કપ ગંભીર ધ્રુવ સ્વભાવના આશ્રયે ઊડે ઊંડે ઉતરતા ઉતરતા – હોય છે. પરિણામોનું નિર્મલ–ઉક્તલબ્ધિઓનું કારણ છે.
(અનુભવ સંજીવની-૧૩૬૫)