________________
૧૯૯
પત્રાંક-પ૬ ૧ ગઈ છે. જો જ્ઞાનીની સમીપમાં એ વૃત્તિ થઈ હોય અને થાય, તો એવૃત્તિ વિશેષ વૃદ્ધિગત થઈને, વર્ધમાન થઈને એ આત્માનું હિત સાધી લે ત્યાં સુધી જીવ પહોંચી જાય. એટલે જ્ઞાની એનો આદર કરે છે. એ વૃત્તિનો જ્ઞાની આદર કરે છે. કેમકે એની એ વૃત્તિ વર્ધમાન થઈ જાય એટલા માટે એનો આદર કરે છે.
વેગ આવે. જેમ ઢાળ હોય તો ઢાળમાં કેમ પાણીના પ્રવાહનોવેગ આવે, એમ એને ઢાળ આપી દે છે. ઢળ, તું આ બાજુ ઢળ. અમે તારો આદર કરીએ છીએ. ભલે તું અમારા કરતા નાનો હોય અને અમે સ્થિતિમાં ઊંચા હોઈએ, તું ભલે નીચો હોય પણ અમારે ઊંચ-નીચનો કોઈ પ્રકાર છે નહિ. અમારે માન-અપમાનનો કોઈ પ્રકારનથી. એ બધું ગયું અમારે. અમે તો તને ઢાળ આપીએ છીએ. તું આ બાજુ ઢળ. એના પરિણામમાં વેગ આવે છે અને એક જીવ પણ જો આત્મકલ્યાણ કરી જાય તો એની કોઈ કિમત થઈ શકે એવી જગતમાં કોઈ ચીજ નથી.
પ૬૧ પત્રમાં એમણે મુમુક્ષની પાત્રતાનો વિષય લીધો છે. કુંવરજીભાઈને જે પહેલી વાત લખી છે એ પાત્રતા માટેની લખી છે, કે “અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં.” તમે તો કુંવરજીભાઈને જોયા હશે? જોયેલાને? તમારી ઉંમરમાં તો જોયા જ હોય ને. “શ્રીમદ્જીના સમકાલીન હતા પણ આ ઉંમરના પ્રમાણમાં તો જોયા હોય ને. સમાજમાં હોય એટલે ખ્યાલ હોય. “અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે...” શું કહે છે? ક્યારેક પણ ધર્મ કરવાની વૃત્તિથી જીવને સંસાર પ્રત્યે નિરસતા આવી હોય, વૈરાગ્ય થયો હોય, કોઈ કારણસર કોઈવાર વૈરાગ્ય થયો હોય, કોઈ વખત ધર્મબુદ્ધિથી પણ વૈરાગ્ય થયો હોય, પણ જ્યારે એ આરંભ પરિગ્રહનો ઉદય હોય, વ્યવસાયનો ઉદય હોય)...કેમકે આ તો ગૃહસ્થ હતા. એટલે પરિગ્રહ પણ હોય અને વ્યવસાય પણ હોય.એ કાર્ય કરતી વખતે નિર્ભય કે અજાગૃત રહે. એ વખતે એની જાગૃતિની જરૂર છે. હું આત્મા છું અને આ સંયોગો માત્ર પૂર્વકર્મનો ખેલ છે. સિવાય બીજું કાંઈ નથી. એથી ન તો આત્માને લાભ છે, ન તો આત્માને નુકસાન છે. એવી જાગૃતિ ન રહે તો ઘણા વર્ષ સુધી એણે જે નિરસતા અને વૈરાગ્ય ઉપાસ્યો હોય, એને ભૂંસાતા વાર ન લાગે. એક જ્યાં નિર્ભયપણે, અજાગૃતપણે રસ આવી ગયો, એટલે ઊડી જતા વાર લાગે નહિ. એ પરિણામને ખલાસ થતા વાર ન લાગે. એ બાજુનિરસપણે કેળવતા વાર લાગે છે પણ એ દશાને ખલાસ કરતા વાર ન લાગે.