________________
પત્રાંક-૫૬૦
૧૯૭
સિદ્ધાંત મળે પણ ચાલતા ગૃહસ્થ જ્ઞાનીના પરિણામનું શાસ્ત્ર કચાંથી કાઢવું ? આચાર્યોએ જે લખ્યા એ તો નિવૃત્તિમાં રહીને જંગલમાં બેસીને લખ્યા છે. જ્ઞાનીને ઓળખવા અને એની અંતરંગ દશા, એની મૂળદશા સમજાય તો ઓળખાય, એ વાત કાઢવી ક્યાંથી?
એક ન્યાયે તો આ ગ્રંથ મુમુક્ષુ માટે અસાધારણ ઉપકારી છે. આપણે ત્યાં અંગત વાંચન થાય છે. જાહેર વાંચન તો અહીંયાં પહેલુંવહેલું આપણે લીધું છે. જાહેર વાંચન આપણા સમાજમાં આ ગ્રંથનું નથી થતું. પણ મુમુક્ષુ માટે ઘણી ઉપકારી વાતો એમણે માર્ગદર્શનની રીતે પણ લખી છે, આત્મભાવનાની રીતે પણ લખી છે, સત્સંગની અને સત્પુરુષની ઓળખાણ માટેની પણ લખી છે. ઘણો વિષય આવ્યો છે. આપણે તો એનું વર્ગીક૨ણ પણ કર્યું છે. કેટલી જાતનો વિષય એમણે આતર્યો છે ! સંખ્યાબંધ એના વર્ગ પાડી શકાય એટલા બધા એમના લખાણની અંદર વિષયો વ્યક્ત થયા છે.
મુમુક્ષુ :- ‘શ્રીમદ્ રાજચંદ્રજી’ની વ્યવહારની વાતો (વધારે આવે છે), નિશ્ચયની વાતો ઓછી છે.
પૂજ્ય ભાઈશ્રી :– હમણા ચાલી ગઈ એ વ્યવહારની છે કે નિશ્ચયની છે ? શું ચાલી ગઈ ? નિશ્ચયની વાતો ચાલી. વ્યવહારની વાતો વધારે છે, નિશ્ચયની વાતો ઓછી છે, અમે તો રહ્યા નિશ્ચયવાળા. શું કરવું છે ? શું વિચારવું છે ? હજી આપણે ત્યાં પણ બહુભાગ મુમુક્ષુના વ્યવહારના ઠેકાણા નથી. બહુભાગ એવો છે. કેવો ? થોડોક ભાગ બાદ કરતા બહુભાગ એવો છે કે જે લોકોના વ્યવહારના ઠેકાણા નથી. કેટલાકને તો દેવ-ગુરુ-શાસ્ત્રની હજી ખબર નથી પડતી કે આપણે વિરાધના કરીએ છીએ કે શું કરીએ છીએ ? એવી પરિસ્થિતિ ખરાબ છે. અને નિશ્ચયની વાતો કરે અને નિશ્ચયના શાસ્ત્રો વાંચે. શું દશા થાય ? ભૂંડા હાલ થાય, બીજું કાંઈ થાય નહિ.
મુમુક્ષુ :– ‘ગુરુદેવશ્રી’એ ૧૯૯૩માં ‘સોનગઢ’માં આની ઉ૫૨પ્રવચન કરેલું. પૂજ્ય ભાઈશ્રી :– હા. કરેલા છે ને. છે ને. પૂજ્ય બહેનશ્રી'એ લખ્યું છે ને. ‘સોનગઢ’માં નિવાસ કર્યો ત્યારે સાહેબજી અહીંયાં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વાંચે છે. બહુ સરસ ભાવો નીકળે છે. જુદી જ રીતે આ બધું વંચાય છે અને સમજાય છે. ઘણું લખ્યું છે. એ દિવસોમાં તો ‘ગુરુદેવ’ પોતે પણ ભલામણ કરતા હતા, કે ‘શ્રીમદ્’ વાંચો. મુમુક્ષુ થાવું હોય તો ‘શ્રીમદ્’ વાંચો. હજી મુમુક્ષુતા આવી નથી અને નિશ્ચયનું શાસ્ત્ર વાંચે છે. મુશ્કેલીમાં આવ્યા વગ૨ રહે નહિ.