________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૧ સાંબેલુ ઉતારવા જેવી છે. ટીકડીગળવા જેવી વાત નથી. ત્યાગી હોય જ્ઞાની એટલે ઘરસંસાર, વ્યાપાર ન હોય એકલી આત્માના ઉપદેશની, આત્માના સ્વરૂપની વાત કરતા હોય તો એનો વિશ્વાસ આવવો સહેલો પડે છે પણ આત્માના સ્વરૂપની, વીતરાગ સ્વરૂપની અને વીતરાગ માર્ગની વાત કરતા હોય અને રાગ-દ્વેષના કાર્યો કરતા હોય, પ્રવૃત્તિ રાગ-દ્વેષની કરતા હોય, ત્યારે એ જ્ઞાની છે એવો વિશ્વાસ આવવો, એ ઘણી કઠણ વાત છે. એમાં બહુ લાયકાત માગે છે. ઘણી પાત્રતા હોય, ઘણી ઝીણી નજર હોય અને ઘણો સમીપ વાસ હોય, અંગત સહવાસ હોય, એની સમીપમાં, નજીકમાં ગયા હોય, અંતેવાસી થઈને રહ્યા હોય તો એને ખબર પડે કે આ મહાત્મા બીજી રીતે કામ કરે છે, આ ઉદય કોઈ બીજી રીતે કામ કરે છે. એનેને ઉદયને કાંઈ લેવા-દેવા નથી. નહિતર ભ્રાંતિ થયા વગર રહે નહિ, નુકસાન પણ થયા વગર રહે નહિ.
દૂર થવાય તો સારું...” “વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત. દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર કયારેક કયારેક વિશેષ ઉદય પામે છે. અત્યારે આ જે વાત તમને લખી છે એ વાતનો અવાર-નવાર વિચાર આવ્યા કરે છે. વ્યાપારથી નિવૃત્તિ લઈએ, કેટલાક પાત્ર જીવો સમીપમાં છે, પોતાને પણ સત્સંગની ભાવના રહે છે, વિશેષ પ્રકારે કરીને આત્મ સાધન કરવાની ભાવના છે એટલે નિવૃત્તિ અનુકૂળ પડે, બીજાને પણ ઉપકારનો હેતુ થાય. એટલે ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. એ વિચારની જે કાંઈ બહારમાં પરિસ્થિતિ થાયતે ખરી. આ તો એક વિચાર આવે છે, બાકી બહારની પરિસ્થિતિ કોઈ અમારા હાથની વાત નથી. એ જાણીએ છીએ.
આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. અમે નિવૃત્તિ લેવાના છીએ એ પાછા તમે લોકોને કહેતા ફરતા નહિ. નહિતર પાછી અમારે ઘેરાવો વધી જશે. પરિચય વધારવો નથી. નિવૃત્તિ લઈને અમારે કોઈ પરિચય વધારવો છે એ અમારી ઇચ્છા નથી. માહસુદ બીજઉપરતે તરફઆવવાનું થવાનો સંભવ રહે છે. એ જ વિનંતિ. આ. સ્વ. પ્રણામ.' એ છેલ્લા Paragraph માં એમણે પોતાની ચાલતી આત્મદશાનો ચિતાર રજુ કર્યો છે. બહુ સારો ચિતાર રજુ કર્યો છે. એ પ૬૦મો પત્ર પૂરો થયો.
મુમુક્ષુ-આ બધું શાસ્ત્રમાં ગોતવા જાય તો ક્યાં મળે? પૂજ્ય ભાઈશ્રી - શાસ્ત્રમાં આ ચીજ મળે એવું નથી. સાવ સાચી વાત છે.