________________
પત્રક-૫૬૦
નહિ. એટલું બધું કુદરતી છે આ તો.
જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં...' એવી રીતે પરિણમતા છેલ્લા ત્રણ વર્ષથી એ રીતે બરાબર પરિણમીએ છીએ, એમ કહે છે. ત્રણ વર્ષથી ‘મુંબઈ’માં વેપારની અંદર સતત જોડાવું રહ્યું છે. અને એ ત્રણે વર્ષ દરમ્યાન અમે પ્રારબ્ધને નિવર્તવામાં અને ભિન્ન પડવાના પુરુષાર્થ સહિત વર્તી રહ્યા છીએ. જે રીતનો આશ્રય કરતાં આજે ત્રણ-ત્રણ વર્ષ થયા. વિશેષ તેમ કર્યું છે...' મુખ્યપણે એમ જ કર્યું છે. સારી રીતે એ રીતે કર્યું છે. જુઓ ! પ્રવૃત્તિના કાળમાં પોતે પુરુષાર્થ કર્યો છે, એનો સ્પષ્ટ પોતાના શબ્દોમાં ઉલ્લેખ છે.
૧૮૯
‘અને તેમાં...' એટલે એમ ક૨વામાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય...’ પાછો એમ નહિ, સાધારણ ઉદય નહિ. આત્મદશાને ભુલાવી દો એવો ઉદય રહ્યો છે. લાભ-નુકસાનના મોટા પ્રમાણમાં વેપાર હોય. પાછા બીજા તો પૈસાવાળા ભાગીદાર હોય એને તો મૂડી ઓછી થાય. પણ જે Working partner હોય, જેને ખાલી પરિશ્રમને લઈને ભાગ લેવાનો હોય. બુદ્ધિ, પરિશ્રમ. એને નુકસાન જાય તો એને તો માથે દેવું થાય. એના બધા કામમાં નુકસાન આવે તો એને માથે દેવું થઈ જાય કે નહિ ? એક તો એણે પોતાના પરિવારની આજીવિકા માટે એમાંથી ઉઠાવવું પડ્યું હોય. એટલે એટલું ખાતામાં ઉધાર થયું હોય એની સામે નફો આવવાને બદલે નુકસાન આવે તો ઉધારમાં Double સરવાળો થાય ને ?ઉપાડ + નુકસાની.
કોઈ એવા નફા-નુકસાનના જ્યારે પ્રસંગ ઊભા થાય અને ચોખ્ખી સામે દેખાય એવી પરિસ્થિતિ હોય, ત્યારે નુકસાનનો ભય થાય એટલો જ નફામાં રસ આવે અને નફામાં જેટલો રસ આવે એટલો જ નુકસાનમાં ભય થાય. એ તો Action અને Reaction જ સામેસામું છે. એ વખતે એ મારું નથી, મારે કાંઈ લાગતુંવળગતું નથી, પૂર્વકર્મ અનુસા૨ જે થવું હોય તે થાય, મારે કાંઈ લેવા કે દેવા, એવું અંદર શ્રદ્ધા-શાનમાં પરિણમન થતું...
મુમુક્ષુ :– ચોથા ગુણસ્થાને જ્ઞાની ધર્માત્માને કેવી પરિણિત હોય બહુ સરસ ચિતાર આપ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ચિતાર આવ્યો છે, ઘણી જગ્યાએ આવે છે. એમના પત્રોમાં પોતાની દશાનો ઉલ્લેખ અનેક જગ્યાએ આવે છે. અને મુમુક્ષુજીવે તેનો અભ્યાસ ક૨વા યોગ્ય છે. આત્માર્થ સમજવો હોય, આત્માર્થ શીખવો હોય તો એ સમજવા જેવો વિષય છે.