________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૧
–
પૂજ્ય ભાઈશ્રી :– રીત ઓળખાય તો ઓળખાય. રીત ઓળખાય તો ઓળખાય, ઉપરાંત આત્માર્થ કેવી રીતે સધાય ? પોતાના પરિણામમાં આત્માર્થ કેવી રીતે સધાય ? એવી રીત પણ એને આવડે. જ્ઞાની ઓળખાય એ તો જ્ઞાનીની ૫૨ અપેક્ષાએ વાત છે પણ સ્વ અપેક્ષાએ એને શું ફાયદો થાય ? કે પોતાનો આત્માર્થ જે સાધવો છે એ આત્માર્થ એને સૂઝે કે આ આત્માર્થ સધાય. ઓળખવામાં આ વાત થાય છે. એટલે તો એ પોતે પણ તથારૂપ પ્રયત્ન અને પ્રયાસમાં આવે. જ્યારે જ્ઞાની કેવી રીતે ભિન્ન પડે છે ? એ એને સમજાય તો પોતે પણ એવી રીતે ભિન્ન પડવાની જે કાર્યપદ્ધતિ છે એને એ સમજી શકે છે. સમજી શકે છે એમ નહિ, એનો પ્રયત્ન પણ એ કરી શકે છે, એને અંગીકાર કરી શકે છે. એ પરિસ્થિતિમાં એ આવી શકે છે. કેમકે રીતમાં ફેર નથી.
જે રીતે જ્ઞાની થવાય છે, એ જ રીતે જ્ઞાની થઈને પણ જ્ઞાનદશામાં આગળ વધાય છે. રીત બદલતી નથી. રીત બદલાતી નથી કે પહેલા પહેલી રીત હતી, પછી કાંઈ બીજી રીતે જ્ઞાનદશામાં કાર્ય કરવાનું હતું, એવું કાંઈ નથી. રીત તેની તે જ રહે છે. ફરક એટલો પડે છે કે પ્રથમ એને મુમુક્ષુદશામાં દષ્ટિમાં આત્મા નહોતો એટલે દૃષ્ટિબળ નહોતું. જ્ઞાનદશામાં દૃષ્ટિમાં આત્મા હોવાથી દૃષ્ટિબળ વિશેષ હોય છે અને કાર્ય ચાલે છે. એટલી વિશેષતા છે. એટલે જ્ઞાનીને માટે કોઈવાર એમ કહેવાય છે, કે એ દૃષ્ટિના બળે આગળ વધે છે. પુરુષાર્થની અને સમ્યગ્દર્શનની મુખ્યતા કરવી હોય ત્યારે એમ કહેવાય છે. શાનની મુખ્યતા કરવી હોય ત્યારે શાનબળે આગળ વધે છે એમ કહેવાય. ત્યાં પણ જ્ઞાનસહિતનો પુરુષાર્થ, ઓલો દર્શનસહિતનો પુરુષાર્થ (છે), પુરુષાર્થ તો બંનેમાં સામાન્ય છે. અને પુરુષાર્થ વિના તો કોઈ કાર્ય થવાનો પ્રશ્ન રહેતો નથી. મુમુક્ષુ :– આવી ... મુમુક્ષુએ તો ઘણો પ્રયત્ન કરવો પડે.
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુ પાસે શક્તિ ઓછી છે. એટલે એને થોડું કઠણ લાગે, અઘરું લાગે પણ બહુ મોટો લાભ છે એમ સમજાયું છે તેથી એનો ઉત્સાહ અનેરો છે. જીવને પોતાને મોટો લાભ છે એવું ખરેખર સમજાય ત્યારે તે લાભ પ્રાપ્ત કરવા માટે એના પરિણામમાં જે ઉત્સાહ આવે છે, ૨સ આવે છે, જોર આવે છે એ એના પ્રમાણમાં જ આવે છે. જેટલા પ્રમાણમાં એને લાભ દેખાય છે એટલા જ પ્રમાણમાં આવે છે.
દસ રૂપિયા કમાવા માટે મહેનત ન કરે, પણ દસ લાખ મળતા હોય તો કેટલી મહેનત કરે ? દસની સામું ન જોવે. ભાઈ ! કોણ એટલામાં મહેનત કરે. એટલી નાની રકમ માટે આપણે શક્તિ ખર્ચવી ? એમાં કાંઈ માણસને મન ન થાય. પુરુષાર્થ ઊપડે જ નહિ. ઓલું તો લાભ સામે દેખાય તો રસને રોકી શકાય નહિ, પુરુષાર્થને રોકી શકાય