________________
૧૯૦
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાની પોતાની જ અનુભવદશા કહે અને આટલા સૂક્ષ્મ પરિણામનો ઉલ્લેખ કરે એ લગભગ ન બને. પણ એમને આત્મીયતા ઘણી હતી. “સોભાગભાઈ ઉપરનો પત્ર છે ને ? આત્મીયતા ઘણી હતી એટલે બંને પોતપોતાના પરિણામ કહેતા હતા. અરસપરસ એટલી આત્મીયતા હતી, ભિન્નભાવ નહોતો તો બંને પોતાના પરિણામની વાત કરતા હતા. દોષની પણ વાત કરે અને ગુણની પણ વાત કરે. ગુણની વાત કરે એટલે કાંઈ પોતાની પ્રશંસા કરાવવા નહિ. એ તો એકબીજાને ઓળખતા હતા. કાંઈ આબરૂ વધારવાનું એમને કારણ નહોતું. ન ઓળખતા હોય એની પાસે માણસ આબરૂ વધારે કે ચાલો અમારી પ્રશંસા અમે કરીએ છીએ, તમે અમને સારી રીતે તમારી નજરમાં અમારું સ્થાન રહી જાય. એમને એ પ્રશ્ન નહોતો. એ પોતાના ગુણ-દોષ બંનેને કહેતા હતા. બંને કહેવા પાછળ પણ એમનો એક જ હેતુ હતો કે એટલી સરળતાથી સામે પણ એ વર્તે અને આ રીતને જાણીને એ રીતનો આશ્રય કરે એ પોતે પણ જ્ઞાનીએ એ રીત બતાવી તો એ રીતનો આશ્રય મુમુક્ષુ પણ કરે. હવે એ પ્રસંગ બન્યો હતો એ બંને વચ્ચે. એ ગુરુશિષ્ય વચ્ચે પ્રસંગ બન્યો. ઉપકારી આપણને થાય એવી વાત છે. વસ્તુ રહી ગઈ એટલે ફાયદાનું તો આપણને કારણ થઈ ગયું. એવો વિષય છે.
મુમુક્ષુ – સમપરિણામે વેદ્યો છે એટલે? પૂજ્ય ભાઈશ્રી:-સમપરિણામ એટલે ઇષ્ટ-અનિષ્ટપણું કર્યા વિના.
આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે. થયું નથી. આત્મદશા ભૂલ્યા નથી પણ એવો સંભવ થઈ જાય. ‘તેવો ઉદય પણ જેટલો બને તેટલો...” એટલે અમારાથી પુરુષાર્થ હતો તેટલો. અમારી તમામ શક્તિ લગાવીને સમપરિણામે વેદ્યો છે.” સમ્યફ પ્રકારે એના જ્ઞાતા રહ્યા છે એ વખતે. આ ભિન્ન જોય છે, હું તો માત્ર જ્ઞાતા છું.ન તો મારામાં કાંઈ લાભ આવે છે, ન તો મારામાથી કાંઈ જાય છે કે નુકસાન થાય છે. કાંઈ આવે તો લાભ થાય. જ્ઞાનમાંથી) શું ગયું?
જ્ઞાન પોતે સ્વયં જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી એક પ્રક્રિયા છે કે જ્ઞાન જ્ઞાનમાંથી જ થાય છે. બીજામાંથી જ્ઞાન આવે નહિ અને જ્ઞાનમાં બીજું કાંઈ આવે નહિ. અવલોકનનું આ જગ્યાએ એક રહસ્ય છે. અવલોકન ચાલતા પરિણામનું કરવું છે ને ? વ્યતીત થયેલા પરિણામનું નથી કરવું. તો જ્ઞાન અવલોકન કરનાર છે અને પોતાનું અવલોકન કરે કે ન કરે ? જો ચાલતો જ્ઞાનનો પર્યાય પોતાનું અવલોકન કરે તો પોતે પોતાના સ્વયંની સ્વતંત્રતાને, સ્વયંની શક્તિને પિછાણી શકે, ઓળખી શકે, કે આ જ્ઞાન સ્વયં મારામાંથી જ, આ જ્ઞાન સ્વયં મારામાંથી, જ્ઞાનમાંથી જ આનો પ્રવાહ ચાલુ જ રહે છે.