________________
૧૭૮
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી:- આતુરતા તો હોય જ માણસને એ બધાને નિરાશ થાવું પડે.
વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તેમને યોગ્ય લાગતું નથી, તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે. કારણ કે એ તો ખોટું બોલવા જેવી વાત છે. જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો એમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો... કોઈ ન જાણે તેમ કરશો. “એમ વિનંતિ છે.” “ખીમજીભાઈ પ્રત્યે થોડી લાગણી ખેંચાણી છે. તમે આવજો પણ એકલા જ આવજો. કોઈને વાત તમે જણાવતા નહિ.
ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતી. ત્રણ-ત્રણ કાગળ લખવાના... ત્રણેના કાગળ મળ્યા હશે. એટલે કેશવલાલનું નામ લખ્યું છે. બીજા પણ કોઈ ભાઈ હશે. એટલે ત્રણેને લખતો નથી. અત્યારે ત્રણેને લખવાની મારી શક્તિ પણ નથી. એટલા વિકલ્પ પણ મારા લંબાય એવું નથી. વિકલ્પની સ્થિતિ જ્ઞાનદશાની અંદર કેટલી ઘટી જાય છે, મુમુક્ષુએ તો એનું અનુમાન કરવાનું રહે છે. બાકી તો એ લાઈનમાં અને એ માર્ગમાં પ્રવેશ કર્યા વિના એનો અંદાજ આવવો પણ સામાન્ય મુમુક્ષુને મુશ્કેલ છે. સામાન્ય મુમુક્ષુને એનો ખ્યાલ પણ ન આવે એવી એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ – મુમુક્ષુ કેટલા ત્રણેનો જવાબ એક જ પત્રમાં લખ્યો છે. એકને એ ઇજાજત આપી છે તો બીજા બેને એવું નથી લાગતું કે ભાઈ અમને ઇજાજત નથી મળી. એવા સરસ મુમુક્ષુ હશે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એટલા આજ્ઞાંકિત છે કે એમને બધા વર્તન પ્રત્યે એમને પૂજ્યબુદ્ધિ જ થાય છે. કોઈ વર્તન આમ કેમ કર્યું એ પ્રશ્ન નથી. અમને કેમ જવાબ ન આપ્યો? અમને કેમ મળ્યા નહિ? એ પ્રશ્ન નથી.
મુમુક્ષુ –ત્રણેને લખ્યું છે તો ત્રણેને પત્ર તો વંચાવવાનો હોય.
પૂજ્ય ભાઈશ્રી:-હા. વંચાવશે. તોપણ એ આજ્ઞાંકિત એટલા હોય છે. એકને કહ્યું હોય તો એકને મળવું, ત્રણને કહ્યું હોય તો ત્રણને મળવું. અને ના પાડી હોય તો બીજો તર્ક-વિતર્ક કરવો નહિ. એટલા સરળતાવાળા હતા. સરળતા ઘણી હતી.
મુમુક્ષુ યોગ્ય મુમુક્ષુનો પ્રકાર જોવા મળે. પૂજ્ય ભાઈશ્રી – હા. આત્માર્થીતા, મુમુક્ષતા એ આ બધા પાત્રો ઉપરથી