________________
પત્રાંક-૫૬૦
૧૮૧
પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂક્યા કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષકર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર કયારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. માહ સુદ બીજ ઉપરતેતરફઆવવાનું થવાનો સંભવ રહે છે. એ જવિનંતી.
આ. સ્વ. પ્રણામ.
ત્યારપછી ૫૬૦મો પત્ર સોભાગભાઈ ઉપરનો છે.
જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય” શું છે? જીવને મોક્ષ ક્યારે થાય છે ? કે ક્ષણે ક્ષણે જે મુનિદશાની અંદર ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય, એવા જીવને, એવા મુનિદશામાં આવેલા જીવને જ મોક્ષ થાય. એટલે સતતપણે અંતર્મુખ રહી જવાય. પછી બહાર નીકળે જનહિ પણ એ પહેલા કેવી દશા આવે? કે પ્રતિક્ષણે અંતર્મુખ થઈ જાય, સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવી દશા આવે.
સિદ્ધાંત એ છે કે જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છેતો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર થાય એવી વાત જે કઠણ લાગે છે. કે એક ક્ષણમાં કેવી રીતે આત્મામાં આવી જાય ? ફરીને પાછા એક ક્ષણમાં કેવી રીતે સ્વરૂપમાં સ્થિર થવાય? કે જ્ઞાની પુરુષનો દઢ આશ્રય પ્રાપ્ત થાય તો એ કેમ સુલભ ન હોય? એ પણ સુલભ હોય. કેવી વાત લીધી છે!
મુમુક્ષુ -મોક્ષ સુલભ છે તો પછી આ સુલભ કેમ ન હોય? પૂજ્ય ભાઈશ્રી - આ તો સુલભ જ હોય. જો જ્ઞાની પુરુષના આશ્રયે સદાને માટે