________________
૧૮૨
રાજહૃદય ભાગ-૧૧ આત્મામાં સ્થિર રહી જવાતું હોય તો ક્ષણે ક્ષણે આત્મામાં આવવું એવી સ્થિતિ જ્ઞાનીપુરુષના આશ્રયે કેમ ન થાય ? થાય જ. આટલી જ્ઞાનીપુરુષના આશ્રયની મહત્તા વિશેષ છે. હજી એ સમજાવું મુશ્કેલ છે. મફતમાં જ્ઞાની મળી ગયા છે એટલે એ સમજાવું મુશ્કેલ છે. જ્ઞાનીપુરુષનો આશ્રય મોક્ષ પર્યંત જીવને લાભનું કારણ છે, એ વાતનો અહીંયાં ઉલ્લેખ મળે છે.
કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.’ ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર થાય તો જ મોક્ષ થાય એ વિના કોઈને મોક્ષ થાય એ વાત તો છે જ નહિ. “જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ...' હોય તો મુનિદશા તો સુલભ જ હોય ને એમ કહે છે. કેમકે ક્ષણે ક્ષણે સ્વરૂપમાં આવવું એ મુનિદશા છે. અને સદાને માટે સ્વરૂપમાં રહી જવું એ મોક્ષદશા છે. જો મોક્ષદશા સુલભ હોય એને મુનિદશા તો સુલભ જ હોય. આ પોતાને ઘુંટાય છે ને ! મુનિદશામાં આવવાનું પુરુષાર્થનું ઉત્થાન થાય છે. અંદરમાંથી આત્મા જોર કરે છે. એટલે આ બધા વિચારો વ્યક્ત કરે છે.
“જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જ્ય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જ્ય કેમ ન થઈ શકે ? શું કહે છે ? દૃષ્ટાંતથી સિદ્ધાંત ઉતારે છે કે જે જીવોને જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને...' મોક્ષ પર્યંતના બધા સાધન સુલભ થતા હોય, તો પછી તમને કેટલીક વાત લખીએ છીએ એ વૃત્તિઓનો ય કેમ ન થાય ? અમે જે કહીએ છીએ એ વૃત્તિઓનો ય કરવો ઘટે છે. એ વૃત્તિ ઉ૫૨ કેમ તમારો Control ન આવે ? કે આવ્યા વગર રહે નહિ. જો તમને દૃઢ આશ્રય હોય તો.
આમ તો ‘સોભાગભાઈ’ને ઘણી દૃઢતા હતી. ‘શ્રીમન્દ્વ'ના વચનો પ્રત્યે એમને ઘણી દૃઢતા હતી. એ દૃઢતાની અંદર કાંઈક અંશે જે ક્ષતિ હતી એ નિવારણ કરવા માટે આટલી વાત લખી છે. તમારે તો દૃઢતા છે. એક થોડું એના ઉપર લક્ષ આપો તો તમે તો સહેજે છૂટી જાવ એવું છે. તમારી જે નિર્બળતા છે એનાથી તમે સહેજે છૂટી જશો, એમ કહે છે.
“આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ...' એટલી વાત જરૂર છે કે આ કાળ એટલો હીણો છે, કે મુમુક્ષુજીવને સત્સંગની સમીપતા, સત્પુરુષની સમીપતા વિશેષ જોઈએ અને એ સત્પુરુષના