________________
પત્રાંક-૫૬૦.
૧૮૩ વચનોને અનુસરવાની દઢતા પણ ઘણી જોઈએ. એવો કાળ તો ઘણો વિષમ છે. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; અસત્સંગથી એકદમ નિવૃત્તિ આવી જવી જોઈએ. સત્સંગમાં વિશેષ રહેવું જોઈએ અને બાકીનો જે સંગ છે એમાંથી એકદમ નિવૃત્ત થઈ જવું જોઈએ. નિવૃત્તિ ઉપર તો ઘણું વજન છે. જોયું? | ‘તોપણ મુમુક્ષુને તો એમ જઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય... એટલે ગમે તેવી પરિસ્થિતિમાં કેમકે બધા નિવૃત્તિ લઈ શકે એવી પરિસ્થિતિન પણ હોય. તો એકઠણ સાધન છે કે પ્રવૃત્તિ કરતાં કરતાં પોતાની સાધનામાં અગ્રેસર થવું, મુખ્ય થવું, એ જરા કઠણ સાધન છે. તો એને માનસિક તૈયારી અથવા અભિપ્રાયની તૈયારી તો એમ જ રાખવી ઘટે છે, કે કઠણમાં કઠણ આત્મસાધન હોય...” એટલે ગમે તેવા સંયોગોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઊભા થાય તો પણ તેની પ્રથમ ઇચ્છા કરવી....કે એ પરિસ્થિતિમાં પણ હું મારું આત્માનું કાર્ય ચાલુ જ રાખીશ. મારા કાર્યને હું છોડી દઈશ નહિ. આવી રીતે મુમુક્ષુએ તૈયારી રાખવી. નિવૃત્તિ ઇચ્છનીય છે પણ નિવૃત્તિ ન મળે તો ? ન થઈ શકે તો ? તો કહે છે, તોપણ મુમુક્ષુએ તૈયારી રાખવી કે ગમે તે પરિસ્થિતિમાં મારે આત્મહિત તો સાધવું છે, સાધવું છે અને સાધવું જ છે. એવો મારો પ્રયત્ન હું જરાપણ છોડી દેવા માગતો નથી. એટલે એણે પ્રથમ ઇચ્છા કરવી કે જેને લઈને-એવી દઢ ઈચ્છાને લઈને “સર્વ સાધન અલ્પ કળમાં ફળીભૂત થાય.” પછી બહારના બધા સંયોગો છે અથવા જે કાંઈ સાધન કરશે એ સફળ થશે.
કાલે એક વાત આવી હતી, આપણે ચર્ચામાં એ વાત લીધી હતી કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ સફળ થાય છે. ધ્યેયવિહિન પ્રવૃત્તિ સફળ થતી નથી. પછી કોઈ સ્વાધ્યાય આદિની વધારે પ્રવૃત્તિ કરે કે કોઈ ઓછી કરે, પણ ધ્યેયલક્ષી છે કે નહિ? આ મુખ્ય વાત છે. જો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ ન હોય તો ઝાઝી પ્રવૃત્તિ કરે તો પણ નિષ્ફળ જાય અને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કરે તો જેટલી કરે એટલી સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય, એ અલ્પકાળમાં ફળીભૂત થાય. માટે એક વાત વિચારવા જેવી એ છે કે પોતે ધ્યેય બાંધીને પ્રવૃત્તિમાં પ્રવેશ કર્યો છે? કે ધ્યેય બાંધ્યા વિના પ્રવૃત્તિમાં પ્રવેશ કર્યો છે? આ એક મહત્ત્વનો વિષયવિચારણીય છે.
મુમુક્ષુ -દરેક પ્રસંગમાં ધ્યેયતો બાંધેલું હોયઈ કાયમ રહેવું જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- નહિતર તો એ પ્રવૃત્તિ જ નિષ્ફળ જશે એમ કહે છે. પછી તો કરવા ખાતર કરે છે કે મેં એમ નક્કી કર્યું કે મારે રોજ સ્વાધ્યાય કરવો, મારે રોજ પૂજા કરવી, મારે રોજ આટલું કરવું, આટલું વાંચવું, આટલું વિચારવું. એકરવા ખાતર કરશે.