________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૧ ઘટી ન જાય, છૂટી ન જાય, એમાં ત્રુટકતા ન આવે, એ છૂટી ન જાય એ પ્રકારે એમાં સાવધાની રાખવી ઘટે છે.
અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તુ છું..અત્યારે તો મુમુક્ષુ હોય ને ઉપદેશ આપવા લાગી જાય. એ તો બિલકુલ યોગ્ય છે નહિ. આ તો જ્ઞાની છે, પ્રખર જ્ઞાની છે. જ્ઞાની છે એમ નહિ પણ અસાધારણ જ્ઞાની છે તોપણ એમ કહે છે કે ઉપદેશ આપવાની મારી યોગ્યતા હું જોતો નથી. અને મારે અત્યારે કોઈને ઉપદેશ આપવો નથી. મારે તો મારો પુરુષાર્થ છે એ સંભાળવો છે. આમ કહ્યું. આમ પોતે વિચારે છે. એટલે મારી સ્થિતિ જોઈને હું આવતું છું. તે ક્ષમા યોગ્ય છે. માટે તમને ન મળું, તમારો સંગન કરું, તમારી સાથે પરિચય ન રાખું, જે પરિચય છે એ કદાચ હું છોડી દઉં તો તમે મને માફી આપી દેજો. માફ કરી દેજો તમે મને હું મારા ખાતર આમ કરું છું, તમારા ખાતર આમ કરતો નથી.
મુમુક્ષુ-જ્ઞાની છે છતાં આટલો વિચાર કરે તો મુમુક્ષુને...
પૂજ્ય ભાઈશ્રી :- એટલો વિચાર કરે છે. કેટલો વિચાર કરવો જોઈએ. અને ન વિચાર કરે તો Accident થયા વગર રહે નહિ. આમ છે. વગર Breakની ગાડી ક્યાંક ને કયાંક ભટકાયા વિના રહે નહિ. આમ છે. એટલી સાવધાની પોતે રાખે છે અને આવા પત્રો કોઈ રહી ગયા છે એટલે ખ્યાલ આવે છે કે જ્ઞાનીને પોતાની દશાની અંતર સાવધાની અને જાગૃતિ કેટલી હોય છે. નહિતર તો ખ્યાલ આવવો મુશ્કેલ છે. કેમકે આ પુરુષાર્થની દશા તો કોઈ વાણીની નથી, મૌનદશા છે.
તે ક્ષમા યોગ્ય છે....” એટલે હું ક્ષમા કરવાને લાયક છું. કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી. બીજું કોઈ કારણ નથી. તમારી સાથે કાંઈ વઢવાળ થઈ છે, તમારી સાથે કાંઈ ખોટું લાગ્યું છે, તમારા પ્રત્યે કાંઈ દ્વેષ આવ્યો છે માટે હું તમને મળવા માગતો નથી એવું કાંઈ નથી. મારે કોઈને મળવું નહિ એવો મેં વિચાર કર્યો છે. મારા પુરુષાર્થ અને મારી સાધનામાં મારે રહી જવું. આટલા પૂરતું મેં વિચાર્યું છે.
મુમુક્ષુ - કેવી દશા વર્તતી હતી !
પૂજ્ય ભાઈશ્રી - બહુ સારી દશા છે. ઘણી સારી દશા છે. અસાધારણ દશા છે. એ પોતે એકદમ અસંગદશામાં આવવા માગે છે. વારંવાર એમને સર્વસંગ છોડીને, વ્યાપાર, ધંધો, કુટુંબ છોડીને પણ ચાલી નીકળવું અને એકાંતમાં આત્માની સાધના કરી લેવી એવી વૃત્તિમાં આવી ગયા છે.
મુમુક્ષુ -લગ્નના પ્રસંગમાં જાવું છે?