________________
૧૭૪
રાજહૃદય ભાગ-૧૧
સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે;...' કોઈના સંગમાં ન આવવું, કોઈના પરિચયમાં ન આવવું, એ પ્રકા૨નો એમનો ભાવ છે એ ઘણો જો૨ ક૨તો હતો. એટલે એ લખે છે, પોષ વદ ૧૦ કે હું દસેક દિવસમાં નીકળવા ધારું છું. પણ ખરેખર નીકળ્યા નથી. ‘મુંબઈ’થી રવાના થયા જ નથી. કેમકે આ બધે બીજે વચમાં બધાને મળવાનું થાય, ત્યાં લગ્ન પ્રસંગે પણ બધા સગા-સંબંધીઓને મળવાનું થાય. એ વાત એમના ચિત્તમાં કોઈ રીતે સમાવેશ પામે એવી પરિસ્થિતિ એમની નહોતી.
તેથી એમ લખે છે કે, “ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે;...’ ઉદય પ્રસંગ એટલે શું ? સામેથી કોઈ આવી ગયું તો એને કેવી રીતે અટકાવવું ? એ તો ખબર જ નથી કે કચારે કોણ આવવાનું છે. પોતે મળવા જવાની ઇચ્છા થાય, એ ઇચ્છા એમને થતી નથી. કોઈ એમને કહે કે મારે મળવા આવવું છે. તો ના પાડે છે. તમારે મળવું છે પણ મારે મળવું નથી.
‘તે એટલે સુધી...’ અસંગપણું રાખવું યોગ્ય છે તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું.' એ લોકો મને ભૂલી જાય તો સારું. જે લોકો મને ઓળખે છે એ મને ભૂલી જાય તો સારું. મારે કોઈને મળતું નથી. કોઈને મળવાની મને ઇચ્છા થતી નથી. મારે કોઈને મળવાની ઇચ્છા રહી નથી. કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે,..' એટલે જે વિચારો અને વિકલ્પો આવે છે એને શાંત કરવા માટે એ કારણ લખ્યું છે. અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી.’ બધાના પરિચયમાં આવી, અનેક જાતની વાતચીતોમાં પડીને એ બધા ઉપાધિ યોગ્ય, વિકલ્પમાત્ર ઉપાધિ છે એને સહન કરે એવી અમારી ચિત્તની પરિસ્થિતિ નથી. કેટલી નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે એમની ! ઘણી નાજુક પરિસ્થિતિ છે. સૂક્ષ્મ વિકલ્પનો બોજો લાગે છે તો સ્થૂળ વિકલ્પનો બોજો કેટલો લાગે ? આ વિચારવું જોઈએ.
“નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી..’ એક નિરુપાયે કોઈ આવી પડે છે તો પરાણે પરાણે ન સહન થાય તો સહન કરીને નિપટાવીએ છીએ. બાકી ઇચ્છાપૂર્વક તો કાંઈ હળવું-મળવું, કોઈની સાથે સંગમાં આવવું એ બિલકુલ વૃત્તિ કામ કરી શકતી નથી. અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે...' એટલા માટે નિરુપાયપણે પણ જે પ્રવૃત્તિમાં બેઠા છીએ એનાથી પણ હવે છૂટા થઈ જવું. એનું