________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૧
નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી, કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમવતે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી.
વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી, તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે, જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો, એમ વિનંતિ છે.
ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતી.
આ. સ્વ. પ્રણામ.
પત્રાંક) ૫૫૮. ખીમજી ભીમજી' કરીને કોઈ લીંબડીના વતની છે. ઘણું કરીને એના ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું છે. વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ.' પોતે પણ સંસારમાં વિષમ બંધનો તોડીને, છેદીને ચાલી નીકળવાના ભાવમાં આવ્યા છે એટલે એવા પુરુષોનું સ્મરણ કરે છે. એવા પુરુષાર્થતંત મહાત્માઓનું સ્મરણ કરે છે કે જે મહાત્માઓએ આ વિષમ સંસારના બંધનોને છેદી નાખ્યા, કોઈ બંધન જેણે રાખ્યા નથી. “સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.” તીક્ષ્ણ એટલે થોડુંકે રાખીને નહિ. જરા પણ વળગાડ રાખ્યા વિના જે ચાલી નીકળ્યા તેને અનંત વાર અમે પ્રણામ કરીએ છીએ. એને પ્રણામ કરવાનું અને બંધ કરતા નથી એમ કહે છે. એના પ્રત્યે અમારા નમન છે. સદા સર્વદા અમારું નમન છે એમ કહે છે. કેટલું બહુમાન કર્યું છે!