________________
પત્રાંક-પપ૭.
૧૬૯ જૈનદર્શન એમ કહે છે, કે એ વસ્તુ છે એ છે. શરીર છે, ફલાણા છે. ફલાણા છે... ફલાણા છે... ફ્લાણા છે... એ બધું છે. પણ એમાં કોઈ મિત્ર છે, એમાં કોઈ સગા છે, એમાં કોઈ વેરી છે એ ખોટું છે. વસ્તુ જ નથી એમ નથી, એ સંબંધીની કલ્પના છે એ નથી ઈષ્ટ-અનિષ્ટપણાની જે કલ્પના છે એમ વસ્તુ નથી. પણ વસ્તુ જ નથી એમ નથી. (જગત માત્ર) શેય છે અને આત્મા માત્ર જ્ઞાતા છે એ આધ્યાત્મિક સિદ્ધાંત છે કે જે વસ્તુ વ્યવસ્થાને આધારે છે.
એટલે અધ્યાત્મમાં આવવા માટે એવી યુક્તિ કરી છે કે...છે. જેટલી આ બધી આ રચના દેખાય છે એ કાંઈ છે જ નહિ. એ બધી કલ્પના છે. એને એ બ્રહ્મનો અથવા ચૈતન્યનો વિવર્ત કહે છે. વિવર્ત તો ખરોને? એવું કોઈ પૂછનાર નથી. કવિવર્ત એટલે શું
પારિભાષિક શબ્દોમાં એને ચૈતન્યવિવર્ત અથવા બ્રહ્મનો વિવર્ત કહે છે. એ વિવર્ત જેમ પાણીમાં મોજુંઊઠે એમ. મોજું એ પાણી છે અને શાંત પાણી તે પાણી છે, સિવાય પાણી કાંઈ છે જ નહિ એમ કહેવું છે. અવસ્થા ફેર છે. એની નોંધ લેવી જોઈએ. શાંત તે શાંત અવસ્થા છે, અશાંત મોજાવાળી તે મોજાવાળી અવસ્થા છે. ભલે બંને પાણી છે તોપણ અવસ્થા ભેદ છે અને એ અવસ્થાભેદમાં ઘણો ફેર પડે છે.
“સોભાગભાઈ એ બાજુ-વેદાંત બાજુ ઢળેલા હતા એટલે એમને સીધો પ્રશ્ન પૂક્યો છે, કે એમાં ખોટું શું છે? તો એ સાચું કેવી રીતે છે? એમ કહેશે. ખોટું હોય તો ખોટું કેવી રીતે છે એમ કહેશે. આ રીતે પૂછ્યું છે. પ્રશ્ન આપ્યો છે એટલે એ વિચારવા યોગ્ય એટલું છે કે ઇષ્ટ-અનિષ્ટપણું તે ખોટું છે. વસ્તુ છે નહિ એમ નથી. વસ્તુનો અભાવ છે એમ નથી, સદ્ભાવ ખોટો છે એમ નથી. પણ વસ્તુનો સદ્ભાવ હોવા છતાં પોતામાં અભાવ સ્વરૂપે છે. ભિન્ન શેયસ્વરૂપે વસ્તુ છે જગત આખું. અને એમાં કોઈ ઈષ્ટ-અનિષ્ટપણે એવું કાંઈ છે નહિ. માટે તેની વિસ્મૃતિ થઈ શકે છે. વિસ્મૃતિ તેની ન થઈ શકે કે જે સારું લાગે અને ખરાબ લાગે. એની વિસ્મૃતિ ન થઈ શકે. બાકી જેની સાથે આ જીવને કાંઈ નિસ્બત ન હોય, પ્રયોજન ન હોય એની વિસ્મૃતિ થઈ શકે છે. તમે છાપામાં રોજ ઘણું વાંચો છો. દુનિયાભરના સમાચાર કેમકે તમારે સંબંધ નથી, લેવાદેવા નથી. પણ કોઈ સંબંધિત વાત...
તમે જે જગ્યાએ રહો છો એની કોઈ માલિકી ધરાવતી Notice આપે કે ફલાણાફલાણા મકાનમાં ફલાણા ભાઈ રહે છે એ ગેરકાયદેસર રહે છે. મૂળમાં એ જમીન અને મકાન અમારું છે. માટે અમે ચેતવણી આપીએ છીએ કે એણે કાયદેસર રીતે ત્યાં રહેવું જોઈએ નહિ. તો ન ભૂલે છે ભૂલી જાય? બીજા સમાચાર છાપાના ભૂલી જાય એ