________________
પત્રાંક-પપ૬
૧૬૭ શબ્દો છે. નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે....હિત કર્યું છે એ વાત પોતે લખે છે. પહેલા એમણે હિત નથી કર્યું એવું કોઈ અપૂર્વહિત નિજ ઉપયોગમય દશા રાખીને કર્યું છે એમાં સંશય નથી.” નિઃશંક વાત છે એ વાત લખી છે. ઈડરમાં તો એમને જે વાત કહેવી હતી એ કહી દીધી. ત્યારપછી બે વચ્ચે મુલાકાત નથી થઈ પણ પત્રથી જાણ્યું છે. પત્રો લખેલા છે એ પત્રો વાંચ્યા છે. જેમ ફડાક દઈને દેહ અને આત્મા જુદા પડ્યા છે એ વાત એમણે જે લખી છે એ પત્ર એમને પહોંચેલો. એટલે નિઃશંક વાત થઈ ગઈ. જે કાંઈ એમને ઈડરમાં ઉપદેશ આપ્યો એ સફળ થઈ ગયો. એ વાત ટાંકી છે અહીંયાં એટલે ઈડર ક્ષેત્ર છે એ જેમ “શ્રીમદ્જીના પૂર્વભવોનું સત્સંગનું વિશેષ ક્ષેત્રસ્થાન છે, એમ સોભાગભાઈના સત્સંગનું સૌથી વિશેષ કોઈ સ્થાન હોય તો એ ઈડરનો પહાડ છે. આમ છે, લ્યો. બે જણનો ગુરુ-શિષ્યનો બેયનો મેળ પડે છે. અહીં સુધી રાખીએ...
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ બે પ્રકારની સ્થિતિમાં શરૂ થાય છે. એક તો જીવ પરિભ્રમણની ચિંતાથી ઘેરાઈને અન્ય/ સાંસારિક ચિંતાથી ઉપેક્ષાવાન થઈને, બીજો સંસારની અપેક્ષાઓ – આશાઓ રાખીને.પ્રથમ પ્રકારથી યથાર્થતા આવે છે. બીજા પ્રકારે થયેલો તત્ત્વાભાસ આગમ અનુકૂળ હોવા છતાં યથાર્થ નહિ હોવાથી નિષ્ફળ જાય છે.
(અનુભવ સંજીવની-૧૩૭૭)