________________
પત્રાંક-૫૫૬
૧૬૫
લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો.
હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે.
આ. સ્વ. પ્રણામ.
પત્ર-૫૫૬મો.
પરમપુરુષને નમસ્કાર. પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મો૨બી.’ મોરબી’ આવી ગયા છે. ‘અંજાર’થી પછી મોરબી’ આવેલા છે. ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે.’ એટલે બે દિવસમાં બે કાગળ એમના આવેલા છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે.’ આવો કોઈ વિષય સોભાગભાઈ’ તરફથી લખાયેલો છે કે ‘નડિયાદ’માં કોઈ વ્યક્તિ રહે છે. એના બ્રહ્મરસ એટલે આત્મરસ સંબંધી કાંઈક વિગત લખી છે એ પણ વાંચી જાણી અને શાસ્ત્રમાં સમ્યગ્દર્શનની જે સુગમતા કહી છે, સમ્યગ્દર્શન અત્યંત સુગમ છે એમ જે કહ્યું છે એ વાત પણ તમારી વાંચી છે.
તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે.’ તથા ત્યાગ અવસર છે. ત્યાગની અંદર આગળ શું વાતનો ત્યાગ છે એ આની અંદર સ્પષ્ટ નથી થતું. પણ ત્યાગ કરવાનો અવસર છે એમ લખ્યું તે પણ વાંચ્યું છે.' એટલે તમારા પત્રની અંદર જે વિગતો છે એની નોંધ લીધી છે, એમ કહેવું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો.’ એમ માહ મહિના ઉપર એમણે એ વિષય બાકી રાખ્યો છે પણ એ મહા મહિનામાં કાંઈ નીકળ્યા નથી. મહા મહિનામાં પણ ‘મુંબઈ’ના જ પત્રો છે અને ફાગણ મહિનામાં પણ મુંબઈ’ના પત્રો જ લખેલા છે. એટલે એમને નીકળવાની ઇચ્છા છે પણ પોતે નીકળ્યા નથી.
‘હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે.’ આ ૫૫૬માં જે પત્રનો ઉલ્લેખ છે એ પણ નોંધવા જેવો છે. ૫૫૬ પત્રમાં એમ લખ્યું કે જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા એ પત્રમાં લખવાનું થાય છે તે માટે અમને ઘણો સંતોષ થાય છે. એટલે કોઈ એક પત્ર એવો છે કે જેમાં