________________
૧૬૩
પત્રાંક-પપપ એની પણ પૂજા કરી લે. અહીં તો કહે છે કે એ કારાગૃહ છે. બંદીખાનુ ઇચ્છે છે. એ ફરીને બંદીખાનામાં પડવાના, પડવાનાને પડવાના.
પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છનહીં. જો એ કારાગૃહ છે છતાં હોંશ કરીને એને ઇચ્છે, એની અનિચ્છા ન કરે અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં...” એ છોડી દેવા જેવું છે. એમાં શિથિલતા છે એને છોડે નહિ, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય...”છોડી દેવાનો બરાબર અભિપ્રાય કર્યો હોય પણ હજી લંબાતુ હોય તે સૌ વિચાર આવે કેવી રીતે દૂર કરવા ? આનું શું કરવું? આ તો પોતાની મથામણ છે.
તે અમને પ્રત્યક્ષ કારાગૃહ જેવું લાગે છે. એક વાત. બીજું, અત્યાગરૂપ એવી શિથિલતા ઊભી છે. ત્યાગતા નથી એટલે અત્યાગરૂપ એવી શિથિલતા અમને વર્યા કરે છે અને ત્યાગી શકાતું નથી. ત્યાગવાની બુદ્ધિ છે છતાં ત્યાગતાં ત્યાગતાં વખત જાય છે. પાંચ વર્ષ નીકળી ગયા. જ્યારથી એમને જ્ઞાનદશા પ્રગટ થઈ, ૨૪માં વર્ષથી. આ પાંચમું વર્ષ ચાલે છે. ૨૪, ૨૫, ૨૬, ૨૭ અને ૨૮. પાંચમું વર્ષ ચાલે છે. ચાર-ચાર વર્ષ નીકળી ગયા એટલે આકુળતા વધી છે કે આ છોડવાની ઇચ્છા થાય છે અને છૂટતું તો નથી. ચાર-ચાર વર્ષનીકળી ગયા આમાં.
ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય છે, કાળ ગુમાવવાનું થાય છે એમ કહે છે. આ જેટલો વખત ગયો એટલો મેં ગુમાવ્યો. જેટલો વખત ગયો એમાં મેં કમાણી કરી એમ નહિ પણ મેં ગુમાવ્યો, એમ કહે છે. તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા?’ એટલે આનો નિવેડો કેમ આવે? એમ કહે છે. કે પછી આ વિકલ્પ જ ઊઠે નહિ. અને અલ્પકાળમાં તેમ કેવી રીતે બને?” બહુ થોડા કાળમાં એને છોડી દેવું હોય તો કેવી રીતે છોડવું? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. તમે મને રસ્તો બતાવો, એમ કહે છે. અમારે આ દુકાન છોડવી હોય તો, જલ્દી છોડવી હોય તો કેમ છોડવી ? ૨૮મા વર્ષે એમ કહે છે. હજી તો આથી Double ઉંમર થાય તો પણ મમતા છૂટતી નથી. આ છૂટવા માટે કેવી રીતે અંદરથી વૃત્તિ તીવ્ર થતી આવે છે. જેમ જેમ સમય જાય છે એમ વૃત્તિ તીવ્ર થતી જાય છે.
મુમુક્ષુ -બધા જ્ઞાનીઓની એવી દશા થાય?
પૂજ્ય ભાઈશ્રી – એમ જ થાય. જેલખાનામાં કોણ રહેવા માગે ? કેદખાનામાં રહેવા કોણ માગે ? માથે પડ્યું છે એટલે સજા ભોગવ્યા વિના છૂટકો નહિ પણ એમાં હોંશ કોને આવે ? જેલમાં જવાની હોંશ કોને આવે ? રીઢો ગુનેગાર થાય એને આવે.