________________
પત્રાંક-૫૪૮ બનાવજો. પછી ક્યાં આકુળતા થાશે ? પછી તો એવો ફસાશે કે વાત મૂકી ક્યો. ત્યાં તો આકુળતા પણ નહિ દેખાય એને, ત્યાં તો ઉલટાની મીઠાશ લાગશે. છે જોકે આકુળતા પણ લાગશે મીઠાશ. એના તો ઘણા પડખા છે. એ તો ભાવની પરખ આવવી જોઈએ. પ્રતિકૂળતા તો સમજાય પણ અનુકૂળતા ? એ તો ફસાવાનું જ કારણ છે. એટલે લોકસંજ્ઞાના પરિણામની જાત શું છે એ ઓળખવી પડે છે ત્યાંથી. આગળની ખુરશીન મળી અને કોઈએ માન ન આપ્યું માટે આકુળતા થઈ અને ખબર પડી એમ ન હોવું જોઈએ. એને મીઠાશ આવે ત્યારે ખબર પડવી જોઈએ. પહેલી ખુરશી મળે ત્યારે એને ખબર પડવી જોઈએ, કે મારે અહીંયાં ફસાવાનું નથી. કોઈ હારતોરા પહેરાવે, માલ્યાપૅણ કરે ને ત્યારે જ સમજી જવાનું. પહેલેથી જ કે આપણે ફસાવું નથી. આ ખાડો આવ્યો, આ ખાડામાં પડવું નથી. આ લોકોની પદ્ધતિ છે, માળા પહેરાવો. જ્યાં જઈએ ત્યાં સુખડની માળા પહેરાવે. માન-સન્માન કરે. એ વખતે ચેતી જાવાનું. એ ભલે કરાવે. આપણે ભાવથી પહેરવાની નથી. બાકી તો જબરદસ્તી તો કરે એ તો સીધી વાત છે. એને ત્યાં મહેમાન ગયા હોય તો ન પહેરો તો પરાણે ગળામાં નાખે. ભાવમાં પોતાને ફેર પડવાનો છે. એને મીઠું લાગે તો ખલાસ.
મુમુક્ષુ -આ માર્ગદર્શન ઘણું સારું છે. પૂજ્ય ભાઈશ્રી - બેય જાત જ ઓળખવી પડે. એ તો સત્ય-અસત્ય વિવેક થાય એમાં આ બધું આવે છે. આ તો બહુવિશાળ શરત છે.
મુમુક્ષુ –એક એક શબ્દમાં કેટલી ગરીમા છે...!
પૂજ્ય ભાઈશ્રી:- હા, ગરીમા છે. કેટલીક વાતોમાં તો એટલી બધી ગંભીરતા છે કે મસ્તક નમી જાય એવી વાત છે. ક્યાં ઊભા રહીને, ક્યાં બેસીને આ વાતો લખી છે અને એમના આત્મામાંથી કેવી રીતે નીકળી છે! ઓહો...!
મુમુક્ષુ – એનું પૃથક્કરણ જેટલા વિસ્તારથી કરે તો કલાકો નીકળી જાય એક શબ્દમાં.
પૂજ્ય ભાઈશ્રી – હા. એક સત્ય-અસત્ય વિવેક હાથમાં લે તો દિવસો નીકળી જાય. કલાકોની ક્યાં વાત કરવી? વ્યક્તિગત લ્યો. પોતાના જીવનના પ્રસંગો અને પરિણામ. કે અહીંયાં કેવી રીતે વિવેક થાય? અહીંયાં કેવી રીતે વિવેક થાય? અહીંયાં કેવી રીતે વિવેક થાય? એમાં તો લૌકિક ન્યાય-નીતિથી માંડીને બધા વિષય આવી જાય છે, કોઈ બાકી નથી રહેતો.
અહીં તો કહે છે, કે એટલું થાય તો અનુક્રમે સર્વ રાગ-દ્વેષનો ક્ષય થાય એટલે