________________
પત્રાંક-૫૪૮
૭૫
term. બહુ Wide term અને General term મૂકી છે. પણ વધારે તમારે સમજવું એટલે તમારા જિંદગીના અને તમારા પરિણામની ચર્ચા કરવી હોય, કે અમને આવા આવા પ્રસંગો બને છે, અમે આ સ્થિતિમાં ઊભા છીએ અને આ પ્રકારના પરિણામ બને છે, તો એની સમાધાનની ઇચ્છા હોય તો સમાગમે થઈ શકે.’ ‘સોભાગભાઈ’ને લખે છે.
=
મુમુક્ષુ ઃ– સમાગમ શબ્દ વધારે ‘સોભાગભાઈ’ને જ લખે છે, બીજા કોઈને નથી કહેતા.
પૂજ્ય ભાઈશ્રી :– ‘સોભાગભાઈ’ પ્રત્યે તો ઘણો એમને ભાવ છે, સદ્ભાવ ઘણો છે. એમની પાત્રતા જોઈ છે અને એ પાત્રતા.. જ્યાં પાત્રતા જ્ઞાનીપુરુષ જોવે છે ત્યાં એમની વિશેષ કૃપાદૃષ્ટિ જેને કહી શકીએ, એ પ્રકારે ઉત્પન્ન થાય છે. પાત્રજીવ પ્રત્યે જ્ઞાનીપુરુષોની કૃપાદૃષ્ટિ સવિશેષ થાય છે. એ કુદરતી પ્રકાર છે. આમ તો બધા જીવો એને સરખા છે, કોઈ મારો તમારો નથી પણ પાત્રતા જોઈને એ પાત્રતાવાળો જલ્દી પામશે એમ જોઈને એના પરિણામ ઉપ૨થી પોતે અનુમોદન કરે છે. પાત્રતાને અનુમોદન કરીને એને વધારે આગળ વધવામાં પ્રેરણા આપે છે.
જુઓ ! હવે ઠપકાનો કાગળ આવે છે. હવે પછી આવશે એ બધા ઠપકાના કાગળ આવશે, હોં ! આટલી આટલી વાત છે ને ? હવે ઠપકો આપે છે. આ કાગળમાં અને આ કાગળમાં ઠપકો અધૂરો રહ્યો છે તો બીજામાં કાગળમાં ઠપકો પૂરો કરે છે.
મારું અંતરનું અંગ એવું છે.’ એટલે મારું હૃદય એવું છે, મારું અંતઃકરણ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય;...' મારા પરિચયમાં આવેલો જીવ આત્મકલ્યાણની ભાવનાથી મારા પરિચયમાં રહે તો અવશ્ય એનું કલ્યાણ થાય. પણ જો બીજી ભાવના રાખશે કે મને કાંઈક લાભ થશે, અહીંથી મને કાંઈક સાંસારિક લાભ થશે, તો એ મને ઘણું અજુગતું લાગે છે, એમ કહે છે. ‘તો જ તેનું શ્રેય થાય;...’
પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે...' દ્રવ્યાદિ કારણ એટલે કોઈપણ પ્રકારમાં સાંસારિક લાભ. ‘અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય,.. કે મને કાંઈક ધંધો સારો બતાવી દો તો હું કાંઈક લાઈને ચડી જાવ. અથવા એની સલાહ માગે. લૌકિક વ્યવસાય આદિની સલાહ માગે. “તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે...' મારા સંગમાં આવીને પણ એની જે મલિન વૃત્તિ છે એ તીવ્ર થઈ જશે, ઘ૨ ક૨ી જશે. વાસના એટલે ઘર કરી જશે. એની મુમુક્ષુતા