________________
૮૫
પત્રાંક-૫૪૮
પૂજ્ય ભાઈશ્રી – એ તો એ રીતે ગયા હતા કે જ્ઞાનીને દુખના પરિણામ ન હોય, એકાંતે સુખ હોય. જ્ઞાની તો સુખી થઈ ગયા. નરકમાં પણ સુખી છે ને ? એને જરાય દુઃખના પરિણામ ન હોય. એ અપેક્ષિત વાત છે. મુખ્ય વૃત્તિ સુખની છે એ વાત છે. એના પરિણામમાં પણ જેટલો રાગ હોય એટલી આકુળતા હોય, એટલું દુઃખ એને હોય. પણ એથી વધારે એમને “સોગાનીજી'ના એક statement સામે વાંધો હતો. એમનો જે વાંધો હતો એ તો સ્પષ્ટ ઉલ્લેખ કરીને આવેલો છે કે જો દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે પણ ઉપયોગ જાય અને એમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગે, તો તીવ્ર કષાય હોય એને લાગે, મંદ કષાયમાં હોય તો ન લાગે. અને અહીંયાં તો સમકિતીની વાત લીધી છે. માટે આ વાત સિદ્ધાંત વિરુદ્ધ લાગે છે. અથવા આ અજ્ઞાનદશાની ઊપજ છે, જ્ઞાનદશાની ઊપજ નથી.
ગુરુદેવ’ તો અનુભવી પુરુષ છે. એમણે સીધું કહ્યું, કે જેને આત્માની શાંતિ જોઈ હોય એને આ મંદ કષાયનો વિકલ્પ ભઠ્ઠી જેવો લાગે છે. કોની સાથે સરખામણી કરી છે? અહીંયાં તીવ્ર કષાય અને મંદ કષાયની ચર્ચા નથી ચાલતી. અહીંયાં આત્માની જે નિર્વિકાર શાંતિ છે, મનની શાંતિ પણ નહિ, એની પાસે આ મંદ કષાયનો, અતિ મંદ કષાયનો વિકલ્પ ભઠ્ઠી જેવો લાગે છે. અને એ કોને ખબર પડે? કે એ શાંતિ વેદીને જે બહાર આવ્યો હોય એને ખબર પડે. વિચારવા જેવો વિષય છે. એમણે કહ્યું છે ભલે ખુલાસો નથી કર્યો, પણ વિચારીએ તો સમજી શકાય એવી વાત છે.
જ્યારે કોઈ જીવને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આત્માની શાંતિ અને સુખ, આનંદ અનુભવાય છે, એક ક્ષણમાં દશા પૂરી થાય છે. જીવ સવિકલ્પ દશામાં આવી જાય છે.
જ્યારે એ જીવ સવિકલ્પ દશામાં આવે છે, ત્યારે એને હજી આત્માના સ્વભાવનો જ વિકલ્પ હોય છે. હજી દેવ-ગુરુ-શાસ્ત્રનો વિકલ્પ (પણ) પહેલા તો નથી થતો. હજી તો એને જેનો અનુભવ થયો એનું ઘોલન અને એનો રસ વિકલ્પ દશામાં પણ છૂટતો નથી, કે આવો મહાન પદાર્થ અનંત શાંતિનો પિંડ!પોતે જ સ્વયં અનુભવગોચર થઈ ગયો! એટલે ત્યાંથી તો હજી એનું લક્ષ છૂટતું નથી. લક્ષ તો અમસ્તુ પણ છૂટતું નથી. હજી રાગના પરિણામ પણ એ બાજુ ખેંચાયેલા છે. વિકલ્પના પરિણામ પણ સ્વભાવ પ્રત્યે ખેંચાયેલા છે. એને હજી સ્વભાવનો પણ સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે, જેને અંતરજલ્પ કહેવામાં આવે છે.
શુદ્ધોપયોગની પહેલાની સેકન્ડોમાં અને શુદ્ધોપયોગની પછીની સેકન્ડોમાં, સેકન્ડમાં, હોં ! ક્ષણની અંદર સૂક્ષ્મ અંતરજલ્પ સ્વભાવનો ચાલતો હોય. બીજું ન