________________
પત્રાંક-૫૫૦
૧૨૯
મુમુક્ષુ :– નામ તો લખાવે, ફોટા પણ ટાંગે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. શરૂઆતથી જ “ગુરુદેવે’ ટીકા કરી હતી. પહેલુંવહેલું નામ લખવાની શરૂઆત થઈ...
મુમુક્ષુ ઃ– રાજકોટમાં.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ટીકા કરી હતી. નહિ, આ પદ્ધતિ નથી.
મુમુક્ષુ :– ટીકા નહિ, ખખડાવી નાખ્યા હતા.
=
પૂજ્ય ભાઈશ્રી :- ... ‘ગુરુદેવે’ .. એ માર્ગ આપણે ચૂકી ગયા છીએ. એ માર્ગ આપણે ચૂકવો જોઈએ નહિ. પ્રાણાંતે ન છોડવો જોઈએ. ગમે તે પરિસ્થિતિ હોય. ભીખ માંગવાથી ભલું થજો, ભીખ માંગીને ભલું થજો, એ વાત તો જગતમાં બધે ચાલે છે. જૈનદર્શનમાં એથી પછી શું ફેર રહ્યો ? એ તો કહો. એ વાત કોઈ રીતે યોગ્ય નથી. પણ ઘણા કરે ને... સમાજમાં તો એ છે, સામાજિક એવી વાત છે કે ઘણા કરે પછી એ દોષ નથી જણાતો. ઝાઝાં કરે માટે દોષ નહિ, ભાઈ ! દોષ તો ત્રણે કાળે દોષ છે, ગુણ તે ત્રણે કાળે ગુણ છે. દોષ ગુણ થાય નહિ અને ગુણ દોષ થાય નહિ.
મુમુક્ષુઃ– એકવાર ભૂલ થાય પછી ઓલી દૃષ્ટાંતરૂપે ચાલી આવે.
પૂજ્ય ભાઈશ્રી :– પછી તો પરંપરા જ ચાલે. એક ભૂલ શરૂ થઈ એટલે પરંપરા ચાલવાની જ. શું કહે છે ? જુઓ ! એ પોતે કહ્યું છે.
નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી...' થાય. તેને જણાવ્યા સિવાય સેવાચાકરી કરીએ. એને શરમ ન લાગે. અરે..રે..! તમારા જેવા માણસો અમારી સેવા કરે ! એમ નહિ. જ્ઞાની ઊઠીને આપે દાન. અજ્ઞાનીને આપે. જ્ઞાની અજ્ઞાનીને ખબર ન પડવા દે. નહિતર પેલાને એમ લાગે કે, અરે..! તમે ક્યાં ? અમારી સેવા તમારે કરવાની હોય કે તમારી સેવા અમારે કરવાની હોય ? પાત્રતાવાળાને તો સહન ન થાય. ગુપ્ત રીતે આપે. એ એમનું હૃદય છે.
કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગનો...’ એટલે અંતરંગનો ‘વિચારનો છે...’ અંગના વિચારનો છે એટલે અંતરંગના વિચારનો છે. આ રાખીને તમને ઉ૫૨ની વાત કરી છે પાછી. અમે આ વાત તમને ન લખત. કેમ કે આ એક સદ્ગુણની વાત છે. અમારા ગુણની વાત અમારે કહેવી પડે એ કોઈ વ્યાજબી નથી પણ હવે થોડું તમારું મન દૂભાવ્યું છે માટે મારા અભિપ્રાયની વાત તમને કરી દઈએ છીએ.