________________
૧૩૮
જ રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી :- સાંભળીને માનવાની નથી. દુઃખ છે, એ વેદાનો વિષય છે, સુખ છે એ વેદવાનો વિષય છે, એ સાંભળવાનો વિષય નથી. મીઠાઈ ખાવાની ચીજ છે, સુંઘવાની કે જોવાની નથી. અને સુંઘવા, જોવાથી ગમે તેટલું સુંઘવા-જોવાનું થાય તો પણ એનો સ્વાદ આવે નહિ ને પેટ ભરાય નહિ. એમ સુખ-દુઃખની વાતો ગમે તેટલી થાય પણ સુખ-દુઃખ પોતે ભોગવવાની ચીજ છે, વેદવાની ચીજ છે એ સાંભળવાની ચીજ કેવિચાર કરવાની ચીજનથી.
એટલે તો સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે એ કહ્યું કે તમે અનુભવીને પ્રમાણ કરજો, માન્ય કરજો. પ્રમાણ કરવું એટલે માન્ય કરવું. પણ તે અનુભવીને પ્રમાણ કરવું, અનુભવ્યા વિના પ્રમાણ કરવું નહિ. સાંભળનારને પણ એમણે આ જગ્યાએ આવવાની વાત કરી છે-અનુભવમાં આવવાની વાત કરી છે.
મુમુક્ષુ – આ તો બધા વચનોમાં અનુભવથી એને સંમત કરો. બધા વચન અનુભવથી સંમત કરવા.
પૂજ્ય ભાઈશ્રી -બધા વચનો અનુભવથી સંમત કરવા. દરેક વાતને અનુભવની કસોટીએ કસવી. ભલે ગમે તેની કહેલી હોય. ભગવાનની કહેલી હોય તોપણ, તીર્થંકરદેવની કહેલી હોય તોપણ. અનુભવની કસોટીએ કસીને નક્કી કરવી કે આ સત્ય છે કે અસત્ય છે. નહિતર સત્યને સત્ય માનવાનું કે કહ્યાનું કાંઈ ફળ નથી. સત્યને અસત્ય કહે એનું ફળ તો શું હોય? પણ સત્યને સત્ય કહે તો એનું ખોટું છે, એનું સાચું નથી.
હવે પોતાને જે ઉદય વર્તે છે એના ઉપરથી કહે છે. “અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્યનથી.” શું કહે છે?કે “અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી,... એટલે જેમાં પરપદાર્થને વિષે ઉપયોગ દેવો પડે. પરપદાર્થમાં ઉપયોગ દીધા પહેલા એ કાર્ય થવું સંભવિત નથી, કરી ન શકાય. એમને એમ આપો આપ થાય એવી પરિસ્થિતિ નિમિત્ત. નૈમિત્તિક સંબંધ ન હોય તો, એવા ભાવમાં ઉપયોગ દેવા જેવા કાર્યો ચાલુ રાખવા, એ કાર્યો કર્યા કરવા, એ કાર્યમાં ઉપયોગ ભમ્યા કરે અને પછી આત્મપરિણામમાં સ્થિરતા કરવી, સ્વરૂપને વિષે પરિણામ સ્થિર રાખવા. એ બાજુ લઈ ગયા, ભમાવ્યા પછી ઉપયોગ સ્થિર કયાંથી રહે? બે જગ્યાએ ક્યાંથી ઉપયોગ રહે? એ વિષમ પ્રવૃત્તિ છે.
ઉપયોગને બહાર ભમાવવો પડે તે વિષમ પ્રવૃત્તિ છે. એ ઉપયોગ બહારમાં