________________
૧૪૦
રાજહૃદય ભાગ-૧૧ લીધી છે. તારી ચિંતવના તને ગળે પડી છે. એવા શબ્દ વાપર્યા છે. એટલે તારું આર્તધ્યાન છૂટતું નથી એમ કહે છે. એક પછી એક પછી ભિન્ન ભિન્ન પદાર્થો વિષે તારું આર્તધ્યાન ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. એ આર્તધ્યાનમાં આકુળતા છે, દુઃખ છે, ચિંતા છે, ભય છે, શંકા છે. એ આત્માને દુઃખદાયક બધા પરિણામ અનિષ્ટ પરિણામો છે.
મુમુક્ષુ :- જમવાની ઇચ્છા થાય, સૂવાની ઇચ્છા થાય એવા જે અનિવાર્યપણે ચાલતા હોય અને બીજા પણ બધી બાબતમાં ઈચ્છાની પ્રવૃત્તિ તો ચોવીસ કલાક ચાલુ
રહે છે.
પૂજ્ય ભાઈશ્રી - એ બધા આર્તધ્યાનના પરિણામ છે એમાં કાંઈ શંકા કરવા જેવી વાત નથી એમ કહે છે. એમાં અંદેશો ઘટતો નથી. એ બધા આર્તધ્યાનના જ પરિણામ છે.
મુમુક્ષુ -શરીર સાફ કરવાનો વિચારચાલે, ઘર સાફ કરવાનો વિચાર ચાલે.
પૂજ્ય ભાઈશ્રી -બધા આર્તધ્યાનના પરિણામ છે. જેટલા પરપદાર્થની પ્રવૃત્તિના પરિણામ છે એ તમામે તમામ આર્તધ્યાનના પરિણામ છે. એ સૈદ્ધાંતિક વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એ છે. * *
મુમુક્ષુ-વ્યાપાર કરવાના વિચાર ચાલે...
પૂજ્ય ભાઈશ્રી :- બધા તીવ્ર આર્તધ્યાનના પરિણામ છે. એ બધા ઘણા આર્તધ્યાનના પરિણામ છે. કોઈપણ પરપદાર્થના પરિણામ...
મુમુક્ષુ -પૂજા-ભક્તિના પરિણામ.
પૂજ્ય ભાઈશ્રી – પૂજા-ભક્તિના પરિણામમાં પણ આર્તધ્યાન છે. ઠીક ! એમાં પણ આર્તધ્યાન છે. ધર્મધ્યાન નથી એ આર્તધ્યાન છે. ધર્મધ્યાનમાં આર્તધ્યાન નથી, આર્તધ્યાનમાં ધર્મધ્યાન નથી. ચોથા ગુણસ્થાનેથી ધર્મધ્યાન શરૂ થાય છે. ધર્મધ્યાન પરિણતિમાં નિરંતર ચાલુ રહે છે. ઉપયોગમાં જ્ઞાનીને પણ આર્તધ્યાન વર્તે છે. કેમકે જ્ઞાની પણ પરપદાર્થની પ્રવૃત્તિમાં ઉપયોગ ચે છે. એટલે એમને પણ આર્તધ્યાન છે. એટલે ત્યાં ધ્યાનનો મિશ્રભાવ છે.
એક ધ્યાનના પરિણામમાં બે ભાગ પડે છે. એક ધર્મધ્યાન, એક આર્તધ્યાન. જ્યારે શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પદશામાં જ્ઞાનીમાં આવે છે, ત્યારે એમને આર્તધ્યાનનો નાશ થઈને એકલું ધર્મધ્યાન રહે છે. આવી જ્ઞાનીની દશા છે. એટલે જ્ઞાનીને એકલું આર્તધ્યાન નથી. અને જ્ઞાનદશા થયા પહેલા એકલું આર્તધ્યાન છે. પછી એ સંસારની પ્રવૃત્તિ કરે તો પણ આર્તધ્યાન છે અને દેરાસરમાં આવીને પૂજા-ભક્તિ કરે તોપણ હજી