________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૧ દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જજિનની આજ્ઞા છે.” આટલી વ્યાવહારિક વાત લખ્યા પછી હવે પરમાર્થનો એક ટૂકડો લખ્યો છે અહીંયાં. ઉપરની તો બધી વાત પોતાના આગમન સંબંધીની અંદર કેટલી સાવચેતી રાખવી એ વાત કરી છે.
હવે એમ કહે છે કે તમારે સૌએ લૌકિક પરિચય ઘટાડીને, અસંગતાએ એટલે લોકોનો પરિચય ઘટાડીને. કેમકે સાધુને તો સમાજનો પરિચય બહુ રહે છે. આખો સમાજ જ્યાં જાય ત્યાં એને વંદન અને દર્શન કરવા આવ્યા કરે. કેટલાક બીજી લપમાં આવે, કોઈ ઉપાધિવાળા આવે, કાંઈક ને કાંઈક બધું એની પાસે... એ સમજે કે આ સાધુનવરા છે. ચાલો એને બધી વાત કરીએ આપણે. ઓલા પણ નવરા સાંભળવા પાછો રસ લે. એને પણ જુદા જુદા માણસોના સાંસારિક પ્રસંગોમાં રસ લેવાની અને પણ વૃત્તિ થયા કરે. એને માર્ગદર્શન આપે, એની મુશ્કેલીમાં આમ કરે, બીજાનું કરે, ત્રીજાનું કરે. બધું એનું એ નવો સંસાર પાછો. એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ થઈ જાય. આ પરિસ્થિતિ થાય છે.
મુમુક્ષુ-મંત્ર-તંત્ર આપે.
પૂજ્ય ભાઈશ્રી – હા, વધારામાં મંત્ર-તંત્ર આપે. એટલે તીવ્ર દર્શનમોહ થાય). કેવો ? અધર્મમાં વૃદ્ધિ કરવાનું સાધન.
મુમુક્ષુ -લોભ વધે.
પૂજ્ય ભાઈશ્રી -એ બધું વિરાધક પ્રવૃત્તિ વધારવાનું નિમિત્ત છે. પછી રોગ વકરે ત્યારે શું થાય?
મુમુક્ષુ –અમે તો નથી જાતા.
પૂજ્ય ભાઈશ્રી:- એટલે તો કોઈની ટીકા કરવી ઠીક લાગે ને. ભાઈ ! આગળ ન આવ્યા તો પાછુંપાછળ ત્યાં જ જવાનું થાશે.
જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય....' આત્મભાવ પ્રગટ થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે? જિનેન્દ્રદેવની એ આજ્ઞા છે, કે સાધુએ તો અસંગદશામાં રહીને પોતાના આત્મભાવની સાધના કરવી. “આ ઉપાધિરૂપ વ્યાપારાદિપ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે. એ પોતાની વાત કરી કે જે આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગ અમને છે, તેથી નિવર્તવા માટે વારંવાર અમને વિચાર રહ્યા કરે છે કે આ પ્રવૃત્તિ છોડી દઈએ. તથાપિતેનો અપરિપક્વકાળ જાણી...” હજી કાળ પાક્યો નથી એમ લાગે છે. ઉદયવશે વ્યવહાર કરવો પડે છે? કરવો છે નહિ