________________
પત્રાંક-પેપર
૧૫૫ પણ કરવો પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી. નથી.” તમને જે વાત લખી છે એ વાત અમે સ્મરણમાં, લક્ષમાં રાખીને આત્મભાવ સાધતા સાધતા નિવૃત્તિના પરિણામને ભજીએ છીએ. હજી નિવૃત્તિ આવતી નથી થતી નથી, પરિપક્વતા દેખાતી નથી તોપણ અમે નિવૃત્તિને ભજીએ છીએ. પણ સાધતા સાધતા, વિસ્મરણ કરીને નહિ.
મુમુક્ષુ - પૂર્વ કાળમાં જે લોકોથી પરિચય થયો છે એ વારંવાર સ્મૃતિમાં આવી જાય. એક બાજુ કહે પરિચય ઘટાડો. નવો પરિચય તો કરવાનો છે જ નહિ. આમાં ચોખ્ખી આજ્ઞા છે. પણ જૂનો પરિચય છે એનું શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી:- જૂનો પરિચય છે એ સંક્ષેપ કરતા જવો. પોતે રસ લે તો લોકો... જેને એમ લાગે કે આ હું જાવ છું પણ આને તો કાંઈ રસ આવતો નથી. તો એને રસ નહિ આવે. સંગમાં તો શું છે પરસ્પર રસ હોય તો જામે. એકને રસ ન હોય તો નહિ રુચે. ભાઈ! આને આપણી વાતમાં રસ આવતો નથી. આપણે વાત કરીએ છીએ પણ આ કાંઈ રસ લેતા નથી. આને કાંઈ ગમતું નથી. આવું કાંઈ એને ગમતું નથી. માણસને પોતાનો રસ પોષાય ત્યાં જાય છે. ક્યાં જાય છે? નવરા માણસો કોઈ ને કોઈ દુકાને જઈને બેસે છે નહિ? દુકાનના પાટીયે જઈને બેસે. કોની દુકાને જાય? જેની દુકાને એની વાતમાં સામો રસ લે તો એની દુકાને જાશે. કોની દુકાને જાશે ? શું બને છે? કોને ક્યા સંબંધિત ... એક માણસને ૫૦-૧૦૦ સંબંધીઓ હોય તો કોના ઘરે જાય છે ? જ્યાં પોતાની વાતમાં રસ લેનાર મળે એને ત્યાં એ આંટો ખાશે. બીજાને ત્યાં આંટો નહિ ખાય. આ સીધી વાત છે. એ બધો આપો આપ ફેરફાર થઈ જવાનો. પોતે રસ લે છે કે નહિ એ મોટો સવાલ છે. જ્યાં રસ લેશે ત્યાં...
મુમુક્ષુ - એક ઠેકાણે એમ કહ્યું છે કે પરપરિચયને વિસ્તૃત કરે. તો પુરાનો પરિચય છે એને વિસ્મૃત કરવાની વાત છે, સ્મૃતિમાં પરિચય રહે જ છે.
પૂજ્ય ભાઈશ્રી - એ શું કરવા રહે છે? તપાસ કરવી, અવલોકન કરવું, કે આ સ્મરણ આવવાનું કારણ શું છે? હજી પણ એની કિંમત આવે છે? હજી પણ એની કિમત રહી ગઈ છે ? શું કારણ છે ? જે વસ્તુ નિરર્થક લાગે છે, તુચ્છ લાગે છે, નકામી લાગે છે એનું કાંઈ સ્મરણ થાતું નથી. એનું સ્મરણ થાય છે? એનું સ્મરણ થતું નથી. વૃત્તિમાં તો એ ચીજ આવે છે જેનો હજી પણ એ રસ છૂટ્યો નથી. એ રસના વિરુદ્ધ રસને ઉત્પન્ન કરીને, આ જૂના રસને તોડ્યો નથી માટે એ લાળ લંબાય છે, પરિણામ ચીકણા રહે છે. રાગના પરિણામ તો મિથ્યાત્વની દશામાં ચીકણા હોય છે,