________________
૧૫૬
રાજહૃદય ભાગ-૧૧ ચીકાશવાળા હોય છે. જલ્દી છૂટે એવા નથી હોતા. પણ લખાશ આવે તો ચીકાશ જાય. આ તો સીધે સીધું વિજ્ઞાન છે. લુખાશ આવે તો ચીકાશ જાય.
એટલે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. આત્મસ્વરૂપના પ્રણામ. એ પપ૩માં છેલ્લો પેરેગ્રાફ છે એ ઉપદેશનો પેરેગ્રાફ છે. બાકી તો એમણે પોતાના અંગત આચરણ ઉપર પણ કેટલી સાવધાની રાખી છે એમાંથી પણ ઉપદેશ મળી શકે એવું છે.
મુમુક્ષુ-અસંગતા ઉપર ઘણું વજન આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – ઘણું વજન છે. આ વર્ષમાં તો એ એકદમ અસંગ થવાની ભાવનામાં તીવ્રપણે આવેલા છે. એટલે વ્યાપારમાંથી તો છૂટવું. છૂટવું. છૂટવું... છૂટવું. છૂટવું. બહુતીવ્રવૃત્તિ ચાલી છે.
પત્રાંક-પ૫૪ |
મુંબઈ, પોષ સુદ ૧૦, ૧૯૫૧ શ્રી અંજારગ્રામે સ્થિતપરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે,
શ્રી મોહમયી ભૂમિથી લિ....આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષતમારું પત્ર મળ્યું છે.
ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો. થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીનો પ્રસંગ નથી, પણ તેવો પ્રસંગ હોય તોપણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી.
રેવાશંકરભાઈ આવ્યથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં