________________
૧૪૧
પત્રાંક-પપ૧ એને આર્તધ્યાન છે. આર્તધ્યાન જ છે, બીજું કાંઈ નથી. એને કાંઈ ધર્મધ્યાન કહી શકાય એવું નથી. તો જે ધર્મધ્યાન નથી એ શું છે? જે ધર્મધ્યાન નથી તે આર્તધ્યાન છે. રૌદ્રધ્યાન તો બહુ માઠાં પરિણામ છે. હિંસાનંદી, ચૌર્યાનંદી, પરિગ્રહાનંદી, એ બધા રૌદ્રધ્યાનના પરિણામ છે.
મુમુક્ષુ પરિગ્રહાનંદીની પ્રવૃત્તિ તો ચાલુ જ રહે છે. Continue ચાલુ રહે છે.
પૂજ્ય ભાઈશ્રી – રૌદ્રધ્યાન થઈ જાય છે. બહુ પૈસા મળે અને બહુ આનંદ થાય, બહુ પૈસા મળે અને બહુ આનંદ થાય. સરવૈયામાં બે-પાંચ લાખ વધવાને બદલે દસ લાખ વધે, વીસ લાખ વધે, પચ્ચીસ લાખ વધે ને ખુશી ખુશી થઈ જાય. આજે તો લાપસી બનાવજો. ધનતેરસનો દિવસ છે. ઘણું ધન આપણને મળે છે. શું કહે ? એ રૌદ્રધ્યાનના પરિણામ છે. બહુ માઠું ધ્યાન છે એ તો. લીધા છે ને? હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ બધાના આનંદમાં રૌદ્રધ્યાન થાય છે. એનો આનંદ લ્ય. એમાં આનંદ સમજે છે. આનંદ કરે, આનંદ ભોગવે, આનંદ પામે, આનંદવિભોર થાય એ બધા રૌદ્રધ્યાનના પરિણામ છે. આ તો સામાન્યપણે બધા પરિણામ આર્તધ્યાનના હોય છે. સ્વરૂપમાં લાગેલા પરિણામ તે ધર્મધ્યાનના પરિણામ છે. એ સિવાય ધર્મધ્યાન ક્યાંય છે નહિ.
મુમુક્ષુ - ઉપયોગમાં ભલે રૌદ્રધ્યાન ન હોય પણ જે પરિગ્રહની વાંછા છે એ તો Continously ચાલુ છે. તો એ રૌદ્રધ્યાનના પરિણામ Continously ચાલુ છે?
પૂજ્ય ભાઈશ્રી :- આર્તધ્યાનના પરિણામ ચાલુ છે. આર્તધ્યાન ચાલુ છે. રૌદ્રધ્યાન તો કયારેક કયારેક થાય છે. બાકી આર્તધ્યાન સતત ચાલે છે. સંસાર અવસ્થામાં સંસારી મનુષ્યને નિરંતપણે આર્તધ્યાન વત્ય કરે છે. ક્યારેક ક્યારેક તે રૌદ્રધ્યાનમાં પણ આવી જાય છે. આ સામાન્ય General condition આ પરિસ્થિતિ મનુષ્યોની છે. એમાંથી જેને નીકળવું હોય, એને પોતાના શુદ્ધોપયોગમાં આવીને ધર્મધ્યાનનો પ્રારંભ કરવો ઘટે અને એ પછી જેપરિણતિ ચાલે તે ધર્મધ્યાનની પરિણતિ છે.
એવા ધર્માત્માને ઉપયોગની અંદર જેમ થોડું આર્તધ્યાન થાય છે. અહીંયાં તીર્થંકરદેવની વાત છે, કે એમને પણ સંસાર અવસ્થામાં જે સંસારી કાર્યો કરવા પડ્યા એ વાત એમને રુચિ નથી, એનો એમને નિષેધ વર્યો છે. અને એ આર્તધ્યાનના પરિણામને છોડીને એકાંતે ધર્મધ્યાનમાં અને શુક્લધ્યાનમાં આવવા માટે સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળેલા છે.
મુમુક્ષુ -.અને પોતાને દ્વેષ આવે એ રૌદ્રધ્યાન છે?