________________
પત્રાંક-પપ૧
૧૩૯ ભમતો સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. એટલે જીવનમાં એ જાતની પ્રવૃત્તિ (1) રાખવી એમ કહે છે. આ નિવૃત્તિની પ્રધાનતાથી વાત છે. બાહ્ય નિવૃત્તિ જીવને ઉપકારી શા માટે છે? બાહ્ય પ્રવૃત્તિ આત્મસાધનાને પ્રતિકૂળ છે અને બાહ્ય નિવૃત્તિ અનુકૂળ છે એટલા માટે કે જેને બાહ્ય પ્રવૃત્તિ કરવી છે એને તો પ્રવૃત્તિમાં ઉપયોગ દેવો પડે છે. જેને એ પ્રવૃત્તિ નથી એને ઉપયોગ સંકેલીને સ્વરૂપમાં લાવવો હોય તો અવકાશ છે, ગ્યા છે. એટલા માટે નિવૃત્તિને અનુમોદવામાં આવે છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, એટલે સંસારના કાર્યો કરવાના ચાલુ રાખવા. અમને વાંધો નહિ આવે. શું હોય ? અમને વાંધો નહિ આવે. એ બફમમાં રહે છે. એ પ્રવૃત્તિ કર્યા કરવી અને સાથે સાથે આત્મપરિણામને પણ સ્વરૂપમાં સ્વસ્થ કરવા, સ્થિર કરવા એવી વિષમ પ્રવૃત્તિ સામાન્યજીવને તો ઠીક પણ તીર્થકર જેવા સમર્થ જ્ઞાની પુરુષ ગૃહસ્થદશામાં હોય, એમને પણ એ વાત કઠણ પડી છે. તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.” એ આશા રાખવી નકામી છે, કે હું પ્રવૃત્તિ પણ કરીશ અને આત્મકાર્ય પણ મારું હું કરી લઈશ. સામાન્ય જીવે એવી આશા રાખવી એ સમજણવાળી વાત નથી.
કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે” ઇચ્છા સહિતની પ્રવૃત્તિ છે. કોઈપણ પરપદાર્થને વિષે પ્રવૃત્તિ કરે છે, પોતાની ઇચ્છાસહિત પ્રવૃત્તિ કરે છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે,... ઈષ્ટ પદાર્થ માટે પ્રવૃત્તિ કરે છે કે મને આ મળે તો સારું. અને કોઈ પણ પરપદાર્થનમળ્યો હોય ત્યાં સુધી એનાવિયોગની ચિંતા રહે છે કે હજી મારે નથી આવ્યું, હજી એ પદાર્થ મળ્યો નથી. હજી જોઈએ છે... જોઈએ છે. જોઈએ છે. તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. એ આર્તધ્યાનના પરિણામ છે.
ચાર પ્રકારના ધ્યાન કહ્યા છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ કર્મબંધનના કારણ છે અને ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ મોક્ષના કારણરૂપે છે. એક બંધના કારણરૂપ છે અને એક મોક્ષના કારણરૂપે છે. એમાં રૌદ્રધ્યાન છે એ તીવ્ર બંધના કારણરૂપે છે અને આર્તધ્યાન છે એ સામાન્યપણે બધા સંસારી જીવોને હોય છે અને એ દુઃખના કારણરૂપે છે. એની નિવૃત્તિ કરવા માટે આ વાત છે.
કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાથી પ્રવૃત્તિ કરવી અને કોઈપણ પરપદાર્થન મળે ત્યાં સુધી એની ચિંતવના રહ્યા કરવી એ આર્તધ્યાન છે. અને એવી પરપદાર્થ વિષેની ચિંતવના જીવને ગળે પડેલી છે, ગળે વળગેલી છે એમ કહે છે. “દીપચંદજીએ એ વાત