________________
પત્રાંક-૫૫૨
સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદૃષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદૃષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો; પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદૃષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે; અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાત્મ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો.
૧૪૫
૫૫૨મો પત્ર.
ઈશ્વરેચ્છા બળવાન છે,..’ એટલે જે કાંઈ બનવાનું હોય તે બનવા કાળે બન્યા કરે છે. એમાં કોઈના પરિણામ, કોઈની ઇચ્છા, કોઈના રાગ-દ્વેષ એવું કાંઈ ચાલતું નથી. અને કાળનું પણ દુષમપણું છે.’ એટલે ઘણા હીણા પરિણામવાળા જીવોની પ્રબળતા જોવામાં આવે છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું....' ભૂતકાળમાં અમે આ વાત જાણી હતી. જાતિસ્મરણ જ્ઞાનથી એ વાત કરે છે અને સ્પષ્ટપણે એવી અમને ખાત્રી હતી, કે જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે.... સંસારિક પ્રયોજન સાધવાની દૃષ્ટિ એની થઈ જાય છે. બધેથી પછી એને એ સૂઝે, બીજું કાંઈ સૂઝે નહિ.
જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિ થયે...’ જ્ઞાનીના સમાગમમાં આવ્યા પછી જ્યારે જીવની એવી દૃષ્ટિ થઈ જાય છે... સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું.’ ભૂતકાળમાં પણ અમે એ જાણ્યું હતું અને એમ અમે વર્તતા હતા કે કોઈ સકામપણે જ્ઞાનીના સમાગમમાં ન આવે. ‘તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અમે કહ્યું હતું... ‘સોભાગભાઈ’ને કહે છે કે અમે પણ આ બધી તમને અગાઉ કહી હતી. ‘ડુંગર’ને પણ કહી હતી..... બધા જ્ઞાનીઓ આમ જ કરે, મુમુક્ષુ હોય તો એ આમ જ કરે, એમ કરીને પોતાને જે વાત લાગુ પડતી હોય એ પોતાને માથેથી જીવ કાઢી નાખે છે.