________________
પત્રાંક-પેપર
૧૪૭
તા. ૧૭-૧૧-૧૯૯૦, પત્રાંક – ૧૫ર થી પ૫૬
પ્રવચન નં. ૨૫૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર પર ચાલે છે. પાનું-૪૪૪.
“સોભાગભાઈ ઉપરનો પત્ર છે. મુમુક્ષુજીવ સકામપણે જ્ઞાનીપુરુષનો સત્સમાગમ કરે કે સત્સંગ કરે. મુમુક્ષુ-મુમુક્ષુનો સત્સંગ કરે કે જ્ઞાની પુરુષનો સમાગમ કરે, સકામ પણ કરે તો એના સુલભબોધિપણાનો નાશ થાય. મહત્ત્વની વાત કરી છે. જીવને દુર્લભબોધિપણું પ્રાપ્ત થાય એટલે કે એને બોધની અસર, (વાત) સમજાવા છતાં ન થાય. જ્ઞાનનો ઉઘાડ તાત્કાલિક ન બીડાય તો એ ભવિષ્યમાં બીડાઈ જશે. મન ગુમાવી બેસશે, વિચારશક્તિ ખોઈ બેસશે, અસંશી જીવ થઈ જશે. પણ વર્તમાનમાં તો સંજ્ઞીપણું આયુષ્ય પર્યત લઈને આવ્યો છે એટલે વિચારશક્તિ ક્ષયોપશમમાં ચાલુ રહેશે, તોપણ ઉપદેશ સમજાવા છતાં ઉપદેશની અસર આત્મા ઉપર નહિ થાય. ઉપદેશની અસર થાય એવી યોગ્યતાને ગુમાવી બેસે એનું નામ સુલભબોધિપણાનો નાશ થયો એમ કહેવાય છે. શા કારણથી એમ થયું?
જીવને પરપદાર્થમાંથી સુખ લેવાની વૃત્તિ, સાંસારિક કાર્યો કરીને તો એ વૃત્તિનો હેતુ ચાલુ હતો પણ અહીંયાં એથી વિપરીત પ્રકરણ છે, કે સુખ આત્મામાં છે, સુખ પરપદાર્થમાં નથી, એવા સ્થાનમાં, એવા ક્ષેત્રમાં, એવા સદ્ગુરુના-શ્રીગુરુના સાનિધ્યમાં પણ એ વિપર્યાસનું બળ અને એ વિપર્યાસનો પ્રયોગ અહીંયાં પણ એણે ચાલુ રાખ્યો.
આપણે એક પ્રશ્ન આવે છે કે પ્રયોગ કેવી રીતે કરવો? પણ આ ઊંધો પ્રયોગ હતો ચાલુ જ છે). અવલોકન કરે તો એને સમજાય કે મારો ઊંધો પ્રયોગ કેમ ચાલે છે ? તો સવળો પ્રયોગ કરતાં એ શીખવું પડે નહિ કાંઈ. અવલોકન માત્રથી એને સમજાય એવું છે, કે મારો વિપરીત પ્રયોગ તો ચાલે છે, ઊલટો પ્રયોગ તો ચાલુ જ છે. અવલોકન નથી એટલે એને ખબર નથી. માત્ર વિકલ્પને જોવે છે.
મુમુક્ષુ - કાલે તો જ્ઞાનીના સત્સમાગમમાં મર્યાદા રાખી. આજે મુમુક્ષુ શબ્દ ઉમેરી દીધો.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ત્યાં પણ ન કરવો. કેમ કે નહિતર એમ કહે કે બરાબર છે.