________________
૧૩૧
પત્રાંક-૫૫૦
મુમુક્ષુ -ઋષભદેવ ભગવાનની સાક્ષી આપી.
પૂજ્ય ભાઈશ્રી:- હા, આપી ને. બે જગ્યાએ આપી છે. એક અહીં ૪૩૦પત્રમાં આપી છે.
મુમુક્ષુ – કોઈ શાસ્ત્રમાં છે, “રત્નકરંડશ્રાવકાચારમાં આ વાત છે. એમના ખ્યાલમાં કોઈ વાત બાકી નથી. પૂજ્ય ભાઈશ્રી:-પાનું-૩૬૩.
કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય....' પરમાર્થના અંશને પ્રાપ્ત થાય અથવા પરમાર્થના અંશને પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય. એટલે શું? કે કોઈ જીવ સીધો પરમાર્થનો લાભ લે (તો) સારી વાત છે પણ પરમાર્થનો લાભ થવા માટે કોઈ સાધન આપવું પડે. મકાન, વાહન, પૈસા કાંઈ પણ, પુસ્તકો, કપડા, લત્તા કાંઈ પણ કારણના કારણને. એમ નિષ્કારણ કરૂણાશીલ એવા. ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે... જુઓ ! ઋષભદેવ ભગવાને આ વાત કરી છે. ત્યાંથી વાત લીધી છે, કે આ માર્ગ આ કાળમાં શરૂ કરનાર પહેલા તીર્થકરે આ વિધિ શરૂ કરી છે. ત્યારથી આ પ્રણાલિકા ચાલી છે. કેમકે એની પાછળ એક ભાવના છે, કે જિનમાર્ગ જયવંત વર્તો. માર્ગ ત્રિકાળ જયવંત વ એવી ભાવના રહેલી છે. માર્ગને અનુસરનારા, જેના પરિણમનમાં એ સન્માર્ગ ઉત્પન્ન થાય છે, એવા પાત્ર જીવો એ બધા સદાય વિદ્યમાન રહો. કેમકે એ જગતને ઉપકારી છે. જગતમાં કાંઈક ઠીક હોય તો એ એટલું જ છે. બાકી કાંઈ ઠીક નથી. બાકી આખું જગત વિચાર કરવા જેવું નથી.
એવું જે કર્યું એ કેવી ભાવનાથી કર્યું છે? કે એમની કરુણાની ભાવનાથી અને એક સમયમાં. સમયમાત્રના અનઅવકાશે આખું જગત. મર્યાદા બહારની કરૂણા છે, મર્યાદા બહારની ભાવના છે. જેમનું સ્વરૂપ અસીમ છે, અમર્યાદિત છે. સ્વભાવ છે એને મર્યાદા નથી. તો આ બાજુ સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી ભાવનાની પણ મર્યાદા નથી. એમ છે. એવી વાત છે. સનાતન એટલે ત્રણે કાળના પુરુષોના પરિણામની જાતિ છે, પરિણામનો આ ચિતાર છે એમ કહેવું છે.
મુમુક્ષુ-સરસ માર્ગદર્શન છે. સો વર્ષ પહેલા લખી ગયા છે. પૂજ્ય ભાઈશ્રી:-ત્રણે કાળે, સનાતન એટલે ત્રણે કાળે આ જ પરિસ્થિતિ છે.
“અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. છોકરા જો વ્યવહાર ચલાવતા થાય તો પછી મારે આજીવિકાનો બોજો નહિ.