________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૧ બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાંક કારણોથી નથી, પણ બીજા કેટલાક કારણોને લઈને હજી તમે છોડી શકો એવું નથી. તે વાત અમે જાણીએ છીએ.' એટલે તમારા કુટુંબની પરિસ્થિતિની બધી વાત અમે જાણીએ છીએ. બધું જ લખતા. એકેએક વાત લખતા. જે જાતના પરિણામ થાય એ બહુ લખતા હતા. એમના કાગળો વાંચેલા છે. નાનામાં નાની વાતનું નિવેદન કરતા. પોતાના પરિણામમાં કાંઈ પણ વિકલ્પ આવ્યો એટલે એ જણાવી ચે. આજે આમ વિચાર છે, આમ વિકલ્પ છે, આમ છે ને આમ છે.
એમને પોતાને એમના પ્રત્યે કોઈ વાત ખાનગીન રહે અથવા પરિપૂર્ણ મારું જીવન અને પરિણમન એમની આજ્ઞાએ વર્તે એવી એક ભાવના હતી. લખવા પાછળ શું ભાવના હતી ? કે એમની આજ્ઞા બહાર મારા શ્વાસોશ્વાસ સિવાય કાંઈ ચાલવું જોઈએ નહિ. કેમકે શ્વાસોશ્વાસ Automatic છે. બાકી કાંઈ મારે એમની જાણ બહાર કરવું નહિ, એમની આજ્ઞા બહાર મારે કોઈ વાત કરવી નહિ. બધું લખે. અને આ ઠપકો સાંભળવાની પૂરી તૈયારી એમની. એમની મારા ઉપર એટલી કરુણા છે કે ક્યાંય પણ મારી ભૂલચૂક હશે (તો) મને સીધું કહી દેશે અને કહેશે એનો મને બિલકુલ વાંધો નથી. એ તૈયારી રાખીને જપોતે લખ્યું છે.
મુમુક્ષુ:- જેને સુધરવું છે એને વાંધો નથી. પૂજ્ય ભાઈશ્રી:-પોતાને સુધરવું છે માટે લખ્યું છે. એમ છે.
એટલે તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણી તેને પણ નિષેધી છે. એ વાત નહિ લખો તો પણ અમે બધું જાણીએ છીએ. એ લખવાની કોઈ જરૂર નથી. “એજવિનંતી.પ્રણામ પ્રાપ્ત થાય.” એ પત્ર એમણે ૫૫૦ માં ૫૪૮ના અનુસંધાનમાં વિશેષ વાત લખી છે.
મુમુક્ષુ -લૌકિક વ્યવહાર પણ કેવો હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :- કેટલો શુદ્ધ અને કેટલો વિચક્ષણતાવાળો. અને આત્માને કલ્યાણની અંદર એમાં શું... આ વ્યવહારની અંદર કલ્યાણ અને અકલ્યાણને કેટલો સીધો સંબંધ છે, એ બધી વાતની ચર્ચાએમાં આવી જાય છે.