________________
પત્રાંક-૫૫૧
૧૩૫
મુમુક્ષુ :– ‘સોગાનીજી’ કહે છે, મને બહુ પ્રિય છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– એમને બહુ પ્રિય છે. ‘સોગાનીજી'ને ‘શ્રીમદ્જી'ના વચનો બહુ પ્રિય હતા. એ તો જ્ઞાનીઓને એટલું પ્રિય છે. એમના વચનો, એમની શૈલી એવી છે. ઘણું આરાધન લઈને આવ્યા છે ને. મૂડી લઈને આવ્યા છે.
તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી...' સાંસારિક કાર્યોમાં અસ્વસ્થતા થાય છે. કેમ કે એ કાર્યો કરવા જતાં ઉપયોગ દીધા વિના છદ્મસ્થને કોઈ કાર્ય થાય નહિ. એટલે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં...' છતાં. પ્રવૃત્તિ કરવી અસ્વસ્થ કાર્યની અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા. એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે....' આ તો તીર્થંકર હોય ને, તોપણ એને કઠણ પડે એવી વાત છે.
તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી.’ એમાં શું આશ્ચર્ય હોય. એમ કહીને એમ કહી દીધું, કે ભાઈ ! જેને ખરેખર ઉપયોગ આત્મામાં લઈ જવો હોય, એણે જો શક્યતા હોય તો પ્રવૃત્તિ છોડી દેવી. એને કોઈ જરૂરત ન હોય, આવશ્યકતા ન હોય અને એવી પરિસ્થિતિ સહેજે શક્ય હોય તો એણે પ્રવૃત્તિ છોડી દેવી. કેમકે પ્રવૃત્તિ કરવી અને સ્વરૂપમાં સ્વસ્થ થવું, બે પરસ્પર એક વિષમ પરિસ્થિતિ ખડી કરે છે. પ્રવૃત્તિ કરવી એ પણ એક વિષમ પરિસ્થિતિને ઉત્પન્ન કરે છે.
એવા સમર્થ પુરુષો થયાં છે, એવા સમર્થ જ્ઞાનીઓ થયા છે કે જેમણે સંસાર અવસ્થામાં પણ સમાધિને સાધી છે. એટલે ચોથું ગુણસ્થાન એમાં ન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. પણ એ ગુણસ્થાનમાં આવનારને પહેલી ભાવના એ થાય છે, જે શુદ્ધોપયોગમાં, આત્મસમાધિમાં પ્રથમ વાર આવે છે એને બહાર નીકળતી વખતે પહેલા વિકલ્પમાં એ ભાવના આવે છે, કે મારી અનંત કાળાવલી આ સમાધિમાં જ વહન થાય. આ ભગવાન ‘કુંદકુંદાચાર્યે’ અને પદ્મપ્રભમલધારિદેવે’ ‘નિયમસા૨’માં આ વચન લીધું છે. અને આપણા ‘સોનગઢ’ના સ્વાધ્યાયમંદિરમાં પગથિયે ચડતા સામે પહેલો ચાકળો લોબીમાં આ છે. મારી અનંત કાળાવલી આત્મતત્ત્વના ભોગવટામાં વહો. આવા શબ્દો છે. આ ‘નિયમસાર’ના શબ્દો છે. મુનિઓએ અને આચાર્યોએ એ વાત કરી છે. પણ કોઈપણ જીવ પ્રથમ સમાધિમાં આવે છે, શુદ્ધોપયોગમાં આવે છે અને એ શુદ્ધોપયોગથી બહાર આવે છે ત્યારે એના જે આનંદને એ ભોગવે છે, સમાધિનો આનંદ એ ભોગવે છે એ આનંદ અવનિય છે. પણ એ આનંદમાં જ રહેવા માટે એ