________________
પત્રાંક-૫૫૦
૧૨૭
પરિસ્થિતિ ચલાવવાની તૈયારી હોય છે. એટલી માનસિક તૈયારી એને હોવી જોઈએ.
....
એ જ તેને બળવાન શ્રેય છે,' અને એ જ કલ્યાણકારક છે. અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે;..' તમે તો ઘણી યોગ્યતાવાળા છો, પાત્રતાવાળા છો તમારે તો એમ જ વર્તવું ઘટે છે. કેમ કે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે.' જુઓ ! લોકો તમારું કે અમારું અનુકરણ ક૨શે. એટલે આપણે ભાવે તો શુદ્ધિ રાખવાની પણ દ્રવ્યે પણ શુદ્ધિ રાખવાની. મુમુક્ષુ :– ૨૮ વર્ષે મોટા આચાર્ય જેવો ઉપદેશ આપ્યો છે !
પૂજ્ય ભાઈશ્રી :– એ તો જ્ઞાનીનું તો એવું છે. એમણે કેવળજ્ઞાન પર્યંતની માર્ગની વિધિ જાણી છે. સમ્યગ્દર્શન થતાં મુનિદશા કેવી હોય ? કેવળજ્ઞાનની દશા કેવી હોય ? શ્રેણી કેવી હોય ? શુક્લધ્યાનની શ્રેણી કેવી હોય એ બધું કેવળજ્ઞાન પર્યંતનું જ્ઞાન થાય છે. એ બધું ખ્યાલમાં છે. અને આ તો મહાન પ્રજ્ઞાવંત પુરુષ છે.
પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે,... કયાં સુધી વાત લીધી ? પ્રાણ જવા જેવી વિષમ અવસ્થા ઉત્પન્ન થાય, પ્રતિકૂળતા (થાય), વિષમ એટલે અહીંયાં પ્રતિકૂળતા થાય તોપણ તમારે સકામપણું ભજવું ઘટે નહિ. નિષ્કામ અવસ્થા રાખવી. જરા પણ અપેક્ષાવૃત્તિ ન રાખવી. એવો અમારો વિચાર...' એવો અમારો દઢ વિચાર તે તમારી આજીવિકાથી ગમે તેવા દુઃખની.... પરિસ્થિતિ ઊભી થાય તોપણ ‘અનુકંપા પ્રત્યે જતાં પણ મટતો નથી;...' અમારો વિચાર મટતો નથી. તમે નિષ્કામપણે રહો. એ નિષ્કામપણે રહેતા તમને તમારી આજીવિકાની ગમે તેવી દુઃખમય પરિસ્થિતિ થાય તોપણ અમારો આ વિચાર મટતો નથી કે તમારે નિષ્કામ જ રહેવું જોઈએ. અનુકંપા થઈને પણ આ વિચાર અમારો નબળો પડતો નથી એમ કહે છે. કે તમારી થોડી દયા ખાઈએ ને હવે એમને બહુ તકલીફ થઈ ગઈ છે. કોઈ મદદ કરે તો સારું. કેમ એમ વિચાર્યું છે ? કે એમની સંયોગની સ્થિતિ કરતા આત્માની સ્થિતિના કલ્યાણને ઇચ્છતા હતા. સંયોગિક કલ્યાણને નહોતા ઇચ્છતા. જો અપેક્ષાવૃત્તિમાં આવી જાય, દીનતાવૃત્તિમાં આવી જાય તો એ આત્મકલ્યાણથી દૂર થઈ જાય. માટે દુઃખ પડે તો એ દુઃખ એમના માટે સુખનું નિમિત્ત છે. પ્રતિકૂળતાઓ એમને આત્મિક અનુકૂળતાનું નિમિત્ત છે એમ જોયું છે. અને અનુકૂળતા તે આત્મિક પ્રતિકૂળતાનું નિમિત્તે થશે એમને. એ જોઈને આમ વાત કરી છે.
અનુકંપા કરીને અમારો વિચાર તો મટતો નથી પણ સામો વધારે બળવાન થાય છે.’ બિલકુલ નહિ. જરાય તમને મદદ કરવી ન જોઈએ. એ વખતે તમારી યોગ્યતા