________________
૯૨
રાજહૃદય ભાગ-૧૧ તત્ત્વથી વિરુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને સહી શકે નહીં.” ન સહન કરી શકે. ભડાક દઈને ચોખ્ખું કહી દે, આ ફેર છે. એમાં બીજી શેહ, શરમ, કાંઈ મધ્યસ્થતા, શાંતિ રાખવી) એ બધા બહાના ખોટા છે. સત્ય તો સત્ય જ છે અને આ જ સત્ય છે. જો એને સત્ય ઉપર વિશ્વાસ હોય, સત્યાસત્યનો વિવેક હોય અને એનું બળ પ્રગટ્યું હોય તો એને યથાયોગ્ય પરિણામ થયા વગર રહે નહિ. બહારમાં પુણ્ય ન હોય તો પ્રવૃત્તિ ન કરી શકે.
મુમુક્ષુ -અંતરમાં વિવેક બરાબર ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – બરાબર કામ કરે, કાંઈ ગડબડ ન થાય. એ તો સત્યાસત્ય વિવેકમાં તો ઘણું છે. દિવસો નીકળી જાય એવું છે.
મુમુક્ષુ -બહારમાં પુણ્ય નહિ હોય એટલે?
પૂજ્ય ભાઈશ્રી:-બહારમાં પુણ્ય ન હોય એટલે શું છે કે એનું કોઈ સાંભળે એવું ન હોય, સમાજ એકતરફી થઈ ગયો, સમાજમાં ખોટા માણસો વધી ગયા હોય, અસત્યના પક્ષકારો વધી ગયા હોય અને એનું કોઈન સાંભળે.
મુમુક્ષુ –આ સાંભળ્યા વિના એને કેવી રીતે ખબર પડી કે મારે નથી સાંભળતા?
પૂજ્ય ભાઈશ્રી - એને પુણ્યનો તો ખ્યાલ આવે ને બોલી જોવે એટલે તરત ખબર પડે કે કેટલા સામે ઊભા રહે છે.
મુમુક્ષુ -બોલવું તો પડશેને?
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમાં ક્યાં વાંધો છે ? બોલે તો ખરો જ, કહે તો ખરો જ. નકારતો આવે જ.
મુમુક્ષુ-નહિતો અહીંયાં છલ પકડે કે મારા પુણ્ય નથી. પૂજ્ય ભાઈશ્રી:- એમ નથી. મુમુક્ષુ-એને પરીક્ષા કરવી પડશેને કે મારે પુણ્ય છે કે નહિ? પૂજ્ય ભાઈશ્રી:-પોતાની વાત સ્પષ્ટ કરે. નહિતર તો મૌન રહે તો એમ થાય કે આ તો એના પક્ષમાં લાગે છે. એને ગણી લે. એમ નથી. આ બાબતમાં મારો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. હું આ બાજુ જ છું. પરિણામ ગમે તે આવે એની સાથે મારે સંબંધ નથી પણ હું સત્યનો પક્ષ છોડીશ નહિકોઈ ભોગે ન છોડે. નહિતર તો આત્માને વેચવા જેવું જ છે.
મુમુક્ષુ - એ વિચાર તો પોતાના બે-ચાર પક્ષવાળા હોય, એ વિચારસરણીના હોય એમાં પ્રદર્શન કરે કે સમાજમાં કરે ?