________________
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ - સોભાગભાઈના પિતાશ્રી રાજમાં કોઈ હોદા ઉપર લાગેલા હતા. Stateથી એમને કાઢી નાખેલા અને સંપત્તિ જપ્ત કરી હતી.
પૂજ્ય ભાઈશ્રી:-હા. ઝવેરાત વહેંચતા હોય તો કોઈ સ્ટેટમાં ઓળખાણો... મુમુક્ષુ –પાછી કોઈની આજીવિકાને માટે મારું થઈ જાય. એવું લાગે છે.
કેટલીક રીતે નિવૃત્તિને અર્થે અને સત્સમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે, તે વાત અમારા લક્ષમાં છે. તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય.” જો તમારી ખરેખર સત્સંગની, નિવૃત્તિની, આત્મહિતની ઇચ્છા હોય તો પછી આ પ્રકાર ન હોય. વિરૂદ્ધ પ્રકાર છે એ તમારે ખ્યાલ રાખવા જેવો છે. “માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી...” આટલું લખ્યું તોપણ કહે છે કે જેટલું લખવું જોઈએ તેટલું નથી લખ્યું. “તોપણ વિશેષતાથી આ ઠપકો વિચારશો.”
મુમુક્ષુ -ઘણી સારી વાત છે.
પૂજ્ય ભાઈશ્રી:-કેવા પ્રસંગો બન્યા છે ! કેવી એની અંદરથી પોતે વાત ગ્રહણ કરવા જેવી છે એ વાત છે. એ પ૪૯પત્ર છે.
પત્રાંક-૫૫૦
મુંબઈ, માગશર વદ ૧૧, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ,
ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર ૧ લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું.
એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે.
આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું.