________________
૧૦૫
પત્રાંક-૫૫૦ એ તો બિલકુલ...
પૂજ્ય ભાઈશ્રી:-હા. ચોક્કસ આવે છે. મુમુક્ષુ ક્યાંક ભૂલે પણ જ્ઞાની તો ન ભૂલે. એ તો ઠીક છે. પ્રશ્ન શું છે?
મુમુક્ષુ – મને તો એટલું લાગતું હતું કે જ્ઞાનીને જ મુમુક્ષુની યોગ્યતાનો ખ્યાલ આવે, અજ્ઞાનીને ન આવે.
પૂજ્ય ભાઈશ્રી – મુમુક્ષુને પણ પોતાની નિર્મળતા હોય તો ખ્યાલ આવે. કેમકે પોતે પણ એ Line માં જનારો છે અને પોતે કેટલો યોગ્યતા સંપન્ન છે. એટલે એને Line માં થોડો-ઓછા વત્તા અંશે એ Line માં ચાલનારો છે, એના પરિણામ ચાલી રહ્યા છે એટલે એને ખ્યાલ આવે.
મુમુક્ષુ –બીજું એક આમાંથી એ ફલિત થાય છે કે આ તો પ્રત્યક્ષ જ્ઞાનીએ આના દોષને જણાવી દીધો અને બતાવી દીધો, ઠપકો આપ્યો. તીર્થંકર પાસે કોઈ માગણી કરતો હોય તો એ પ્રતિમા ક્યાંથી કહેવા આવે? કે પરોક્ષ જ્ઞાની પાસે કોઈ માગણી કરે તો એ ક્યાંથી કહેવા આવે? એટલે અહીંયાં પણ લાભ છે એ સ્પષ્ટદેખાય આવે છે.
પૂજ્ય ભાઈશ્રી - પ્રત્યક્ષતાનો તો લાભ છે. એનો તો કોઈ બીજો વિકલ્પ નથી, બીજો કોઈ પર્યાય નથી. પ્રત્યક્ષતાનો તો બીજો કોઈ વૈકલ્પિક પર્યાય નથી. કે આમ ન હોય તો આમ વાંધો ન આવે. એ તો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે તો પ્રત્યક્ષયોગ ઉપર એમનું ઘણું વજન છે. શ્રીમદ્જીનું પોતાનું પ્રત્યક્ષયોગ ઉપર ઘણું વજન છે.
મુમુક્ષુ – સાચો મુમુક્ષુ હોય એ પણ બીજા મુમુક્ષુની ભૂલને સુધારી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી - હા. એ તો સત્સંગ એટલા માટે જ બોધ્યો છે, કે સત્સંગમાં અરસપરસ પોતપોતાના દોષનું નિવેદન કરે. એટલી પણ સરળતા હોય કે બીજો બીજાને કહે તોપણ એ એનો ઉપકાર માને સારું થયું તમે મારા દોષ કહ્યા. મેં નહોતો જાણ્યો આ તમે મને જણાવ્યો એ બહુ સારું થયું. એ રીતે સત્સંગની અંદર તો એવો વિશેષ કરીને લાભ છે. એટલા માટે તો અરસપરસનો સંત્સગ છે એનો ઉપદેશ અને આદેશ છે.
મુમુક્ષુ -મુમુક્ષુઓ વચ્ચે લગભગ આજે વર્તમાનમાં આ વ્યવહાર નથી અને છે તો એનો સમ્યફ કોઈ પ્રકાર નથી.
પૂજ્ય ભાઈશ્રી – એટલે તો સત્સંગ નથી એનો અર્થ એમ થયો. આજે મુમુક્ષુઓ હોવા છતાં સત્સંગ નથી અથવા મુમુક્ષુઓ હોવા છતાં મુમુક્ષતા નથી એમ કહો. શું
કહો?