________________
પત્રાંક-૫૫૦
૧૨૧ હિસાબે પ્રતિકૂળતા ગમે તેટલી હો પણ એનો આત્મા છે એ નીચે ન જાય, એના પરિણામ Degrade ન થાય આ વાત મુખ્ય થવી જોઈએ. એમાં અનુકંપાવશ પણ કાંઈ કરવા જેવું અમને લાગતું નથી. અનુકંપા એટલે બાહ્ય સંયોગની અનુકંપા, હોં ! આત્માની તો અનુકંપા ઘણી છે માટે એમ કરે છે.
હવે એમ કહે છે કે આ તો ઊલટું થાય છે. તમે અમને પરિશ્રમ આપો છો, એના બદલે અમારા અર્થે તમારે પરિશ્રમ વેઠીને વ્યવહાર કરવો પડતો હોય, ચલાવી દેવો પડતો હોય તો તમને ઉપકારનું કારણ થશે. અમને નુકસાન નહિ થાય. કેમકે તમને પૂજ્યબુદ્ધિ રહી છે અને એ પૂજ્યબુદ્ધિ ઉપકારનું કારણ થશે. જોકે અમારી વૃત્તિ એવી નથી પણ આ તો તમારા પક્ષે વાત છે. અમારા પક્ષે બીજી જ વાત છે. એ પોતે કરશે એ તો. “અમને તેવા દુષ્ટનિમિત્તનું કારણ નથી. કારણ કે અમારી અપેક્ષા નથી. એટલે કોઈ અમારી સેવા કરશે તો અમને અપેક્ષાવૃત્તિ થઈ આવશે અને એ નિમિત્તને લઈને કાંઈ અમને નુકસાન થશે, દૂષણ આવશે તો એને દુષ્ટ નિમિત્ત કહેવાય. પણ એવું તો નહિ થાય. એવી અમારી સ્થિતિ હોવા છતાં, એવી અમારી યોગ્યતા હોવા છતાં, છતાં પણ અમારા ચિત્તમાં..” એમ કહે છે. છતાં અમે એમ નથી ઇચ્છતા કે અમારી યોગ્યતા છે એટલે વાંધો નહિ. અમે બીજી રીતે વિચારીએ છીએ, અમારો વિચાર બીજી રીતે ઉત્પન્ન થઈ આવે છે.
એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એવો વહેવાર ઉદયમાં હોય...” જ્યાં સુધી અમને એવો વ્યવહાર ઉદયમાં હોય.ત્રણ કષાય રહ્યા છે એ તો ત્રણ કષાય રહ્યા છે. ભલે કોઈ જ્ઞાની ચતુર્થ ગુણસ્થાને ત્યાગીનો વ્યવહાર રાખે તો પણ ત્રણ કષાય ઊભા છે અને ગૃહસ્થી હોય તો પણ ત્રણ કષાય ઊભા છે. થોડું શુભ વધે કે થોડું અશુભ વધે એનું કોઈ મૂલ્ય નથી, એનું કોઈ ખાસ મૂલ્ય નથી.
એવો વ્યવહાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું.... બીજાને અનુકરણ કરવા માટે પણ એ એક સારો આદર્શ છે, કે અમારું કાર્ય અમારે જાતે કરી લેવું. અમારું કામ બીજાને ન સોંપવું કે, ભાઈ! જરા આટલું પતાવી દેજો. અમારે પરિશ્રમ કરવો એના બદલે તમે કરી લેજો, પણ તમે કામ કરજો. એમ નહિ. અમારું કામ અમારે જાતે કરવું. અને કદાચ બીજાથી કરાવવું હોય તો વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું... મુમુક્ષુનેન સોંપવું. કોઈ સગાસંબંધીને કહી દેવું પણ મુમુક્ષુને ન સોંપવું. એ કેમ એમ સ્થાપવા માગે છે?કે મુમુક્ષુ-મુમુક્ષુનેન સોપે એટલા માટે કેમકે અનુકરણ તો એનું કરશે. મુમુક્ષુ પણ