________________
પત્રાંક-૫૫૦
૧૨૩
મુમુક્ષુ – એમને તો ઠીક પણ અમારા માટે શું ?
પૂજ્ય ભાઈશ્રી :– પોતે અપેક્ષા રાખવી નહિ અને એવી અપેક્ષા રાખતા હોય એને અનુમોદવા નહિ.
મુમુક્ષુ :– દસ ઘરને શુભની ભાવના ભાવવાની તક આપી.
પૂજ્ય ભાઈશ્રી :– એ સોને આપે તો વધારે સારી કે નહિ ? એવી તક દસ ને આપે એને બદલે સોને આપે એમાં શું ? હજાર ને આપે, દસ હજારને આપે. એ બધું જિનેન્દ્રના માર્ગ ઉપર પગ દેવાની વાત છે. આજ્ઞા ઉપર પગ દઈને ચાલવાની વાત છે અને ગૃહીત મિથ્યાત્વમાં એ બધું જાય છે.
મુમુક્ષુ :– સત્સંગના લાભ માટે ‘સોનગઢ’માં રહેવા માટે બધી સગવડ જોઈએ. આ જે અંદરમાં અધિકતા રહે છે મુમુક્ષુને, તો આ મુમુક્ષુ માટે અહિતક૨ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– ના. એવું કાંઈ નથી. સત્સંગ અને સગવડને બે વાતને ચાંય મેળ નથી. સત્સંગ તો નિરપેક્ષ વૃત્તિ કેળવવા માટે છે. અપેક્ષા વૃત્તિ પાયામાં રાખીને સત્સંગ કરવાની વાત છે નહિ.
મુમુક્ષુ :– સોનગઢ’માં વ્યવસ્થા બરાબર નથી એટલા માટે ત્યાં કેવી રીતે રોકાઈએ ? તો આ વૃત્તિ ખોટી છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. ખોટી જ છે.
=
મુમુક્ષુ ઃ– જ્યારે સંસ્થા ઉપર આરોપ કરીએ તો આ વધારે ખોટું થઈ ગયું ?
પૂજ્ય ભાઈશ્રી :– પછી તો સંસ્થાને સુધારવા માટે, શાસનની વધારે શોભા માટે કોઈ વાત કરીએ એ બીજી વાત છે અને પોતાની અપેક્ષા માટે કરવી તે બીજી વાત છે.
મુમુક્ષુ ઃ– એમાં તો પોતાની અપેક્ષા તો ગર્ભિત હોય જ છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– પોતાની અપેક્ષા જુદી વસ્તુ છે અને કોઈ સામાજિક વ્યવસ્થાનો વિચાર કરે એ જુદી વસ્તુ છે. એક પ્રસંગને પડખા અનેક છે. વાત એટલી છે કે પોતાની અપેક્ષાબુદ્ધિ અને તે પણ બીજા પાસેથી અપેક્ષા રાખવી, પછી એ વ્યક્તિ હોય કે સંસ્થા હોય, એ તો એકની એક જ વાત છે. એ પણ મુમુક્ષુઓ જ છે. એ તો કોઈ યોગ્ય નથી. વ્યવસ્થાની દૃષ્ટિએ વિચાર કરો, પોતાની અપેક્ષાથી નહિ પણ વ્યવસ્થાની દૃષ્ટિએ વિચાર કરો, બીજા જીવોને પણ અનુકૂળતા રહે અને એ પણ વધારે અહીંયાં લાભ લઈ શકે એવો વિચા૨ ક૨વો એ યોગ્ય છે.
મુમુક્ષુ :– સંસ્થા ચલાવવાવાળા એવું માની લે તો ?
=
પૂજ્ય ભાઈશ્રી :– સંસ્થા ચલાવવાવાળા એમ માને કે અગવડ-સગવડનો વિચા૨