________________
૧૨૨
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાનીનું અનુકરણ ક૨શે કે જ્ઞાની આમ કરતા હતા, જ્ઞાની આમ કરતા હતા. એ પોતે એ રીતે રહેવા માગે છે, કે અમારા કાર્યનો બોજો કાં તો અમારે ઉપાડવો, કાં તો અમારા કોઈ વહેવારિક સગા સંબંધીને કહી દેવો પણ મુમુક્ષુને માથે બોજો નાખવો નહિ.
આ જૈનદર્શનની વ્યવહારિક જે યોગ્યતા છે એ પણ બહુ ઉચ્ચ કોટીની છે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ કરે નહિ ત્યાં સુધી પોતાના કાર્યનો, પોતાની આજીવિકાનો બોજો પોતે ઉપાડે. બીજાને માથે ન નાખે, સમાજને માથે પણ ન નાખે. ન બીજાને બોજારૂપ થાય, ન સમાજને બોજારૂપ થાય. સર્વસંગપરિત્યાગ કર્યા પછી પણ એટલે મુનિદશામાં આવ્યા પછી પણ પોતાનો બોજો સમાજને માથે કે કોઈને માથે નાખતા નથી. કેમ કે એ કોઈ ભોજનની કે આવાસની કોઈ વ્યવસ્થા સ્વીકારતા નથી. કે અમારા રહેવાની, ઉતારાની આગળથી જ ગોઠવણ થઈ જાય કે અમારા ભોજનની અગાઉથી ગોઠવણ થઈ જાય. એ વ્યવસ્થા સાધુ સ્વીકારતા નથી. બાકી તો તિલતુષ માત્ર એમને કાંઈ જોઈતું નથી.
મુમુક્ષુ :- મુમુક્ષુસમાજ બધી વ્યવસ્થા કરે.... પૂજ્ય ભાઈશ્રી :– કોની વ્યવસ્થા કરે ?
મુમુક્ષુ – મુનિમહારાજની.
=
પૂજ્ય ભાઈશ્રી :– મુનિમહારાજની. તો પછી ઘરનો પરિગ્રહ શું ખોટો હતો ? કુટુંબીઓ કરતા હતા એ શું ખોટું હતું ? અને પોતે કરે તો શું ખોટું છે ? કરવું, કરાવવું અને અનુમોદવું. ત્રણેનું ફળ એક છે. હું મારી વ્યવસ્થા કરું કે બીજો મારી વ્યવસ્થા કરે એનું અનુમોદન કરું તો એમાં શું ફર્ક છે ? કે કાંઈ ફર્ક નથી. ઉલટાનો હું કરત તો બહુ મર્યાદિત કરત. એ અમર્યાદિત ક૨શે. કેમકે એક કરતા વધારે માણસો જોડાશે. એક ઘરે ૨સોઈ થવાને બદલે દસ ઘરે ૨સોઈ થશે. આપણે મહારાજને વહોરાવો, ઓલો કહે, આપણે મહારાજને વહોરાવો. આપણે લાભ લ્યો. ધર્મલાભ સમજે છે ને ? ધર્મલાભ નથી. ગૃહીત મિથ્યાત્વ છે.
મુમુક્ષુ :– દસ પરિવારનો આરંભપરિગ્રહ વધ્યો.
=
પૂજ્ય ભાઈશ્રી:– આરંભપરિગ્રહ દસ પરિવારને ઘરે વધ્યો.
મુમુક્ષુ :– પરિણામ દસ જણાના બગડ્યા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, દસ જણાના બગડ્યા. અને દસેનો સ૨વાળો પોતા ઉપર આવ્યો. કયાં આવ્યો ? દર્સનો સરવાળો પોતાને લાગુ પડ્યો. શું કર્યું ? લાભ કર્યો કે નુકસાન કર્યું ?