________________
૧૨૦
રાજહૃદય ભાગ-૧૧
તા. ૧૪-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૫૦, ૫૫૧ પ્રવચન નં. ૨૫૧
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૫૫૦ ચાલે છે, પાનું-૪૪૩. પહેલો પેરેગ્રાફ છે. એ વાત કરી કે તીર્થંકરદેવને પણ કોઈ પણ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ, મંત્ર-તંત્ર, જ્યોતિષાદિથી પોતાના ... કે સંયોગની અનુકૂળતાની યાચના નિકટભવી જીવને ક૨વી ઘટે નહિ. જરાક વિકલ્પ આવે, યાચના ન કરે પણ થોડો વિકલ્પ આવે, તોપણ મૂળથી એને છેદવાની ભાવના રાખવી, દૃઢતા રાખવી. એને (એવી યાચનાને) અહીંયાં લોકોત્તર મિથ્યાત્વનું બળવાન બીજ, સબળ બીજ એટલે બળવાન બીજ છે એમ કહ્યું છે.
બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી...' એમ કહ્યું. મુમુક્ષુને દીનપણે કોઈના સમાગમમાં આવવા યોગ્ય નથી. પોતે ત્રણલોકનો નાથ છે એ વાતનો એણે નિશ્ચય કરવાનો છે. પોતે પરિપૂર્ણ છે. કોઈપણ ક્ષતિ વગરનો, કોઈ અપૂર્ણતા વગરનો, અનંત ગુણની સંપત્તિથી સંપન્ન એવો પોતે સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ છે એ તો એણે નિશ્ચય ક૨વો છે. દીનવૃત્તિ છે એ પોતાના સ્વરૂપથી વિરુદ્ધ ભાવના છે. જે સ્વરૂપ છે એનાથી તદ્દન વિરુદ્ધ જાય છે એ વાત. એમાં પણ એમ કહ્યું, અમને તમે વ્યવહારનો પરિશ્રમ આપો, તમારો વ્યવહાર નિભાવવા માટે અમને પરિશ્રમ આપો, વ્યાવહારિક પરિશ્રમ આપો, એ તો જીવની સવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. શા માટે આટલો બધો ઠપકો લખ્યો ? કે કેટલાક ચિહ્ન એવા હતા કે યોગ્યતા ખોઈ બેસે. જે યોગ્યતા હતી એ યોગ્યતા પણ ‘સોભાગભાઈ’ ખોઈ બેસે. એટલે એમને ઘણું દુઃખ થઈ આવ્યું છે.
છેલ્લી લીટીમાં કહેશે કે તમને ગમે તેવી આજીવિકાની પ્રતિકૂળતા ઉત્પન્ન થાય તોપણ તમારા ગમે તેવા દુઃખની અનુકંપા અમને થાય, એ પ્રકારે આ પ્રશ્ન અમારો શાંત નહિ થાય, મટશે નહિ. આ વાત અમારી મટશે નહિ. અમે તમને દુઃખી જોઈ શકશું ગમે તેટલા સંયોગિક રીતે દુ:ખી જોઈ શકશું પણ તમે આત્મામાં નીચી પાયરીએ ચાલ્યા જાવ, એ અમે જોવા તૈયાર નથી. જુઓ ! આ હૃદયથી હિતેચ્છુપણાનો પારમાર્થિક વ્યવહા૨ છે. એ કેટલું એમનું હૃદય એ બાજુ કરુણાવંત છે કે ભલે બહા૨માં પૂર્વકર્મને