________________
પત્રાંક-૫૫૦
૧૦૩
મુમુક્ષુ :– એવા પરિણામમાં યોગ્યતા ઉત્પન્ન થઈ શકે છે ? એવા જાતના ભાવ રહેતા હોય, આશ્રયબુદ્ધિ થઈ ગઈ ને ? આર્થિક અનુકૂળતા વગેરેની. તો યોગ્યતા પ્રગટ થઈ શકે ?
પૂજ્ય ભાઈશ્રી :– એ પરિણામથી કેવી રીતે થાય ? એ પરિણામ તો યોગ્યતાને રોકનાર છે.
મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’માં યોગ્યતા હતી પણ યોગ્યતા વૃદ્ધિગત નથી થતી. યોગ્યતા હતી તો પછી યોગ્યતા ચાંથી સ્ફુરી ? પરિણામ તો પેલા છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– યોગ્યતા તો એમને ‘શ્રીમદ્દ’ પ્રત્યે ભક્તિભાવ થયો અને પોતાના આત્માને મુક્ત થવાની જે ભાવના થઈ એમાંથી યોગ્યતા ઉત્પન્ન થઈ ગઈ. સત્પુરુષ પ્રત્યેનું મૂલ્યાંકન થયું, ઓળખાણ થઈ અને આત્મહિતની ભાવના થઈ. એનાથી યોગ્યતા ઉત્પન્ન થઈ ગઈ. હવે એ યોગ્યતા આગળ વધીને સમ્યગ્દર્શન આદિ ધર્મને પામે, એવી સરસ યોગ્યતા હોવા છતાં આ સંયોગ પ્રત્યેના પરિણામ એ યોગ્યતાને આગળ વધવા દેતા નથી, રોકી પાડે છે, એમ કહેવું છે. એ વાત તો એમની થઈ. પણ કોઈ પણ પાત્રજીવને, પાત્રતા ઓછી હો, એ તો વિશેષ પાત્રતાવાન જીવ છે તોપણ એને એ પ્રતિબંધનું કારણ છે, રોધનું કારણ છે, અવરોધનું કારણ છે. પણ કોઈપણ કોટીના મુમુક્ષુને, કોઈપણ ઓછીવત્તી પાત્રતાવાળા જીવને સિદ્ધાંત તો આ જ લાગુ પડે છે. એટલે પોતે પોતાને વિષે વિચારવાનું છે કે જો કાંઈ આ જીવની યોગ્યતા હોય તો સંયોગ પ્રત્યેના જે મારા પરિણામ છે એ મારી યોગ્યતાને હાનિ કરવાના છે. અને ઉદય તો દરેકને હોવાનો જ છે. બધા પૂર્વકર્મ લઈને આવ્યા છે. બધાને કાંઈ ને કાંઈ... કાંઈ ને કાંઈ... કાંઈ ને કાંઈ છે જ. એમાં આ કાળમાં સર્વથા અનુકૂળતા હોય એવો તો એક જીવ પણ ગોતી શકાય એવું નથી. કાળ જ એવો હુંડાવસર્પિણી છે કે કેટલીક જાતના પુણ્યઉદયના યોગે, કેટલીક જાતના પાપના યોગ ચાલુ ને ચાલુ હોય જ છે. બે એક સાથે ઉદયમાં હોય છે. અનુકૂળતા ગૌણ થઈ જાય છે. પ્રતિકૂળતાની ઉપાધિ એને એવો ઘૂચવે છે, એવો મૂંઝવે છે, એવો અટકાવે છે કે એની યોગ્યતા છે એ ખલાસ થઈ જાય છે.
મુમુક્ષુ :– ગર્ભિત યોગ્યતા પણ જોઈએ ને ?
–
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમને તો પ્રગટ હતી, સોભાગભાઈ’ને તો પ્રગટ હતી. ગર્ભિત તો જ્ઞાની જોઈ શકે છે પણ આમને તો કેટલીક યોગ્યતા પ્રગટ હતી. એ પણ પ્રશ્ન નહોતો. પણ એ યોગ્યતા એવી સરસ હતી, કે એ જીવ ધર્મ પામી શકે, સમ્યગ્દર્શનમાં