________________
૧૦૨
રાજહૃદય ભાગ-૧૧ તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી. માના જણ્યા ભાઈ હોય, અત્યંત પ્રેમ હોય એની વાત છે, હોં! અત્યારે પરિસ્થિતિ છે એ નહિ. અત્યંત પ્રેમ હોય. અભિન્ન ભાવના જેને કહે. ભેદભાવ ન હોય. બે ભાઈ વચ્ચે ભેદભાવ ન હોય, તારુંમારું ન હોય એ પ્રકાર જેનો હોય એની વાત છે). અને પાછો “ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી...” એટલે તમને કહી શકાય. ઘરનાને બે વાત કડક કહી શકાય. પારકાને ન કહેવાય પણ ઘરનાને તો સાચી વાત જરા કડકાઈથી કહી શકાય એવો અરસપરસ અધિકાર હોય છે.
એમ ગણીને તથા દુખ સહન કરવાની અસમર્થતાને લીધે...” તમે દુઃખ સહન નથી કરી શકવાના એવી તમારી માન્યતાને લઈને અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે - એ સંયોગ સુધારવા માટે તમે અમારી પાસે બે પ્રકારે માગણી કરી છે. બહુ સ્પષ્ટ લખે છે. એક તો કંઈ સિદ્ધિયોગથી દુખ મટાડી શકાય તેવા આશયની,... તેવી યાચના છે કે આપની પાસે કાંઈક રિદ્ધિ-સિદ્ધિ છે, કાંઈક ચમત્કાર છે. અમારું દુઃખ ટાળો. અમે દરિદ્રછીએ, અમારું દુઃખ ટાળો. એક તો એ પ્રકારે (કરી છે).
બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની.” અમને કોઈ એવો વેપાર-રોજગાર બતાવી દો. તો પછી આજીવિકાની ઉપાધિ રહે નહિ. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ શોધનાર... છે. આ બેમાંથી એક્ટ યાચના થાય, કોઈપણ પ્રકારે યાચના થાય એ સંયોગ પાછળના તીવ્ર રસવાળા પરિણામ છે, અનુકૂળતા–પ્રતિકૂળતાને ઘણું મૂલ્ય આપી દીધા પછી એ પરિણામ ઉત્પન્ન થયેલા છે. એ તમારા આત્માને હિતનું કારણ છે એટલે તમારી જે યોગ્યતા છે. એની પાસે આત્મહિતનું શું કારણ છે? “સોભાગભાઈ પાસે એવી યોગ્યતા છે. એ યોગ્યતાને રોધનાર, રોકનાર છે. એ યોગ્યતાને અટકાવી દે છે. તમારે જે તમારા આત્મહિતમાં આગળ વધવું જોઈએ, એને આ પરિણામ રોકી લે છે. આમાંથી શું તાત્પર્ય નીકળે છે ? કે ભલે કોઈ જીવ યોગ્યતાવાન હોય, ઓછા અથવા વધારે પ્રમાણમાં થોડા અથવા ઘણા પ્રમાણમાં યોગ્યતાવાન હોય તોપણ એની યોગ્યતાને રોકાવાના કારણો બને છે એમાં સંયોગ પાછળના પરિણામ એ મુખ્ય ભાવ ભજવે છે. તે એની યોગ્યતાને રોકશે. એમાંથી વિકાસ નહિ થાય, આત્મિક વિકાસ નહિ થાય. આત્મશાંતિને, આ યોગ્યતાને કહો કે આત્મશાંતિને એ છંધ છે. અને એટલી એને આપત્તિ છે, એટલી વિપત્તિ છે, એટલું દુઃખ છે.