________________
પત્રાંક-૫૫૦
s
ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટદ્દેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવતર જેટલો તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેના વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે – એક તો કંઈ સિદ્ધિયોગથી દુખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ યોગ્ય છે; અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઇચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી; પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઇચ્છા રહ્યા કરે છે.
તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારનો પરિશ્રમ આપીને વહેવાર નિભાવવો એ આ જીવની સવૃત્તિનું ઘણું જ અદ્ભુત્વ બતાવે છે; કેમકે અમારા
અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી, એવી સ્થિતિ છતાં