________________
પત્રાંક-૫૪૯
૯૫
પૂજ્ય ભાઈશ્રી :– જો સાર્વજનિક આપે તો પણ એની કરુણા વિશેષ છે. એને સાર્વજનિક ઠપકો આપવો યોગ્ય છે એમ સમજીને આપે છે અને ખાનગીમાં આપે તો એ પણ એમનો વિવેક જ છે. બેય બાજુ એમનો વિવેક જ છે. એમનું સર્વ આચરણ વંદનને યોગ્ય જ છે – આ ગાંઠ મારવી. .. જે જ્ઞાનીપુરુષનું સર્વ આચરણ વંદનને યોગ્ય જ છે-આ ગાંઠ મારી દેવી. એમાં બીજી બાંધછોડ ન કરવી. પછી ભલે પોતાને ઠપકો મળતો હોય તો પણ.
=
મુમુક્ષુ :– વિશેષ માન ચડ્યું હોય તો જ્ઞાની જાહેરમાં ઠપકો આપે. તો આ તો જ્ઞાનીની અનંત કરુણા થઈ ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :– હા, વિશેષ કરુણા સમજવી, ત્યાં વિશેષ કરુણા સમજવી. મુમુક્ષુ – મુમુક્ષુ-મુમુક્ષુની ભૂમિકા તો કાચી છે. એ મુમુક્ષુ-મુમુક્ષુને કહે ત્યાં તો વધારે આની સાથે વધારે દૂરપણું થઈ જાય છે.
:
પૂજ્ય ભાઈશ્રી :– દૂર૫ણું થાય એવી રીતે ન કહે, નજીકપણું થાય એવી રીતે કહે. કહેવા કહેવામાં ફેર પડે છે. દરેક માણસ પોતાના લાભ-નુકસાનને સમજે છે. કહેવાની પદ્ધતિમાં ફેર પડે છે. એમ લાગે કે અત્યારે સારી પદ્ધતિથી કહેતા પણ નુકસાન થશે તો સમય જોઈને કહે. એના પરિણામ ઠીક થાય પછી આપણે વાત કરશું. અત્યારે કહેવા જઈશું તો સારી પદ્ધતિથી કહેશું તોપણ કદાચ અવળું પડશે. એમ જાણે તો થોડો સમયનો વિવેક કરી લે. એટલી વાત છે.
મુમુક્ષુ – મુમુક્ષુની ભૂમિકામાં તો એટલી સાવધાની રહેતી નથી.
પૂજ્ય ભાઈશ્રી :– રાખવી જોઈએ, રાખવી જોઈએ. જ્યાં લાભ-નુકસાનનો પ્રશ્ન હોય, પોતાને કે બીજાને, વિચારથી, વિવેકથી વર્તવું પડે. બીજો ઉપાય નથી એની અંદર. અને દરેક વિષયમાં થોડો વિચાર કરે એટલે બધું સમજાય એવું છે. સત્સંગ એના માટે જ છે કે દરેક પડખાથી એની વિચારણા કરી શકાય. કોઈપણ પડખાની ચર્ચા નીકળે એટલે એ વાત સમજાય જાય છે. ન સમજાય એવું કાંઈ નથી. જોકે એવો ઊંડો અને સૂક્ષ્મ વિષય નથી કે ન સમજાય. સમજાય એવો છે. આ તો આપણે તો શું છે ? આ એક મહાપુરુષનું અને ઉત્કૃષ્ટ મુમુક્ષુનું જીવંત ચરિત્ર છે. તો મહાપુરુષ કેવી રીતે વર્તે છે અને એના ઉપરથી પોતાને શું ઉપદેશ લેવાનો છે, એટલો વિષય આપણને લાગુ પડે છે. એ દૃષ્ટિકોણથી આપણે વિચારીએ છીએ.
મુમુક્ષુ :– આપણા જીવનમાં આવું કાંઈક થાતું હોય તો સાવધાન થવું. પૂજ્ય ભાઈશ્રી :– ચોક્કસ.
=