________________
૯૮
રાજહૃદય ભાગ-૧૧
પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવુંદેવું થાય, એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરતું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે; કદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થબળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગન્ના બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે; કેમ કે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતો નથી; પણ સામો વધારે બળવાન થાય છે. આ વિષયપરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઇચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે.
આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતો નહોતો પણ તમારા આત્માને કંઈક અમે દૂભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે; તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવુંદેવું થાય એવો વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ કર્યાંક કયાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગના વિચારનો છે અન તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ